fbpx
અમરેલી

ભાજપ સરકારે ગરીબોનાં હિસ્‍સાનો ર.48 લાખ મેટ્રીક ટન ઘઉંનો જથ્‍થો છીનવી લીધો : વિપક્ષનો આક્ષેપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ભભઅન્‍ન અધિકાર અભિયાનભભમાં ભાગ લેવા માટે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ડાંગ ખાતે પહોંચ્‍યા હતા. ડાંગ ખાતે પત્રકારોને સંબોધતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત રાજયમાં આજે પણ 31,41,ર31 કરતાં વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહયા છે. આ ગરીબ પરિવારોને સસ્‍તા અનાજની દુકાનેથી પૂરતું રાશન મળતું નથી. પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા અનાજ, દાળ અને ચોખાની ફાળવણી દિન પ્રતિદિન ઘટતી જાય છે. કેન્‍દ્રએ ગુજરાતમાં ગરીબો માટે સસ્‍તાદરે ચોખા અનેઘઉં ફાળવ્‍યા હતા. પરંતુ સરકારી તંત્રની બેદરકારીના કારણે ફાળવેલો જથ્‍થો ઉપાડવામાં રાજયની ભાજપ સરકાર નિષ્‍ફળ નીવડી છે. સરકારી આંકડા મુજબ, કેન્‍દ્ર સરકારે પીએચએચ માટે 1ર,રર,693 મેટ્રીક ટન જેટલો ઘઉંનો જથ્‍થો ફાળવ્‍યો હતો. તેની સામે રાજયની ભાજપ સરકાર માત્ર 9,73,794 મેટ્રીક ટન ઘઉંનો જથ્‍થો જ ઉપાડયો. એટલે બાકી રહેલ ર,48,9ર3 મેટ્રીક ટન જેટલો ઘઉંનો જથ્‍થો ગરીબના કૂબામાં શું કામ ન પહોંચ્‍યો ? તેવો સવાલ ધાનાણીએ કર્યો હતો. ચોખાના ફાળવેલ જથ્‍થામાં પણ કયાંક સરકારી તંત્રની બેદરકારીના કારણે ઉપાડ ઓછો થયો છે અને તમામ ગરીબની થાળી સુધી પૂરતા પ્રમાણમાં ચોખાનો દાણો પહોંચી શકયો નથી.

રાજયના આદિવાસી વિસ્‍તારના ગરીબ લોકોને રાશન લેવા જવું હોય તો પણ ઓનલાઈન સ્‍લીપ કઢાવવી પડે છે. ડાંગ જેવા પછાત જિલ્‍લામાં બધા ગામોમાં પૂરતી લાઈટ નથી, સંચાર વ્‍યવસ્‍થાનો અભાવ છે ત્‍યારે ગરીબ માણસને રાશન લેવા માટે પહેલા પડોશના ગામમાં પહોંચ કઢાવવા જવા માટે 100 રૂપિયા લિટર પેટ્રોલનો ડામ સહન કરવો પડે છે. પાવની કઢાવવા માટે ખાનગી લોકોને એક સ્‍લીપના રૂા. 10 આપવા પડે છે અને આકરો ખર્ચ કર્યા પછી પણ ગરીબ પરિવારને તેના અધિકારનું રાશન મળતું નથી તેવો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો.

કોરોનાનીવૈશ્‍વિક મહામારી વચ્‍ચે સામાન્‍ય માણસ જીવન જીવવા સંઘર્ષ કરી રહયો છે ત્‍યારે રાજય સરકાર દ્વારા લાખો રેશનકાર્ડ બીપીએલમાંથી એપીએલમાં ધકેલવામાં આવી રહયા છે. કેટલાય બીપીએલ કાર્ડ રદ કરવામાં આવી રહયા છે. સમગ્ર ગુજરાતમાં આજની સ્‍થિતિએ છેલ્‍લા છ મહિનામાં જે પરિવારો કોરોનાની મહામારી વચ્‍ચે કોઈ કારણોસર સસ્‍તા અનાજની દુકાનેથી અનાજનો જથ્‍થો લઈ શકયા નથી તેવા લાખો રેશનકાર્ડ ભાજપ સરકારે સમગ્ર રાજયમાં સીઝ કરી બંધ કરી દીધા છે. કોંગ્રેસ સરકાર વખતે ગુજરાતમાં 900 લાખ લિટર કેરોસીનનો જથ્‍થો ગુજરાતની ગરીબ પ્રજાને સસ્‍તા દરે ફાળવવામાં આવતો હતો. આજે ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઈ મોદી દેશનું નેતૃત્‍વ કરી રહયા છે ત્‍યારે કેરોસીનનો જથ્‍થો 300 લાખ લિટર કરતાં પણ ઓછો થઈ ગયો છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતની ગૃહિણીને રૂા. 379ના ભાવે ગેસનો બાટલો ઘર સુધી પહોંચતો તેના બદલે આજે રૂા. 8પ0ના ભાવે મળે છે.

Follow Me:

Related Posts