fbpx
રાષ્ટ્રીય

ભારતીય અર્થતંત્રના બીજા ક્વાર્ટરનો જીડીપી વૃદ્ધિદર ૮.૪ ટકા

એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ૨૦૧૧-૧૨ના આધાર વર્ષે જીડીપી ૬૮.૧૧ લાખ કરોડનું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૫૯.૯૨ લાખ કરોડ હતું. આ દર્શાવે છે કે ગયા વર્ષના અર્ધવાર્ષિક સમયગાળાના ૧૫.૯ ટકાના સંકોચન સામે ચાલુ વર્ષે એટલા જ સમયગાળામાં ૧૩.૭ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. એનએસઓ આંકડા મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે બીજા ક્વાર્ટરમાં ૫.૫ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧.૫ ટકાનું સંકોચન દર્શાવતી હતી. કૃષિ ક્ષેત્રએ ગયા વર્ષના સમાન સમયગાળામાં ત્રણ ટકાની સામે ચાલુ વર્ષે ૪.૫ ટકા વૃદ્ધિ નોંધાવી હતી. આ રીતે બાંધકામ ક્ષેત્રએ ૭.૨ ટકાના સંકોચન સામે ૭.૫ ટકા, માઇનિંગ સેક્ટરે ૬.૫ ટકાના સંકોચન સામે ૧૫.૪ ટકા, વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી સર્વિસિસ સેગ્મેન્ટે ૨.૩ ટકાની વૃદ્ધિની સામે ચાલુ વર્ષે ૮.૯ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ જ રીતે વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન અને સર્વિસિસે ૧૬.૧ ટકાના સંકોચન સામે ૮.૨ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ફાઇનાન્સિયલ, રિયલ્ટી અને પ્રોફેશનલ સર્વિસે ૭.૮ ટકા વૃદ્ધિ નોંધાવી હતી, જેમા ગયા વર્ષના સમાન સમયગાળામાં ૭.૪ ટકા સંકોચન જાેવા મળ્યું હતું.ભારતીય અર્થતંત્ર કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યું છે. એપ્રિલથી જુનના ક્વાર્ટરના ૨૦.૧ ટકાના વૃદ્ધિદર પછી જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં ૮.૪ ટકાનો વૃદ્ધિદર જાેવા મળ્યો હતો. ઇકરાએ વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીનો વૃદ્ધિદર ૯.૪ ટકા અંદાજ્યો છે. આમ હવે જાે ઓમિકોર્ન ન નડયો તો ભારતનો આર્થિક નવસંચાર જળવાઈ રહેશે. આમ ભારતીય અર્થતંત્ર હાલમાં કોરોના પૂર્વેના સ્તરે પહોંચી ગયું છે તેમ કહી શકાય.ભારતીય અર્થતંત્ર ગયા વર્ષે એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં ૨૪.૪ ટકા જેટલું સંકોચાયું હતું. આ ભારતીય અર્થતંત્રએ બીજા ક્વાર્ટરમાં ૮.૪ ટકાનો આર્થિક વૃદ્ધિદર દર્શાવ્યો છે, આ બતાવે છે કે લો-બેઝ ઇફેક્ટ ઓસરી રહી છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન જીડીપી વૃદ્ધિદર -૭.૪ ટકા હતો. સરકારે લાદેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે આ સ્થિતિ જાેવા મળી હતી. આ વર્ષે પણ એપ્રિલમાં કોરોનાની બીજી લહેર જાેવા મળી હતી. તેના લીધે રાજ્યોને નવેસરથી પ્રતિબંધો લાદવાની ફરજ પડી હતી. જાે કે ઘટાડા છતાં પણ ભારતનો આર્થિક વૃદ્ધિદર પ્રિ-કોવિડ સ્તરને વટાવી ગયો છે. મૂલ્યના સંદર્ભમાં જાેઈએ તો જુલાઈથી સપ્ટેમ્બરનો જીડીપી ગયા વર્ષના સમાન સમયગાળાના ૩૨,૯૬,૯૧૮ કરોડની તુલનાએ ૩૫,૬૧,૫૩૦ કરોડ હતો.

Follow Me:

Related Posts