ભારત ફ્રાન્સ પાસેથી ટ્રાન્સપોર્ટ ટેન્કર વિમાન ખરીદશે
ચીન સાથે પૂર્વીય લદ્દાખમાં ચાલતા સરહદ વિવાદ વચ્ચે ભારતીય હવાઈદળની તાકત વધારવા માટે ભારત તેના મિત્ર ફ્રાન્સ પાસેથી ઓછી કિંમતે ૬ એરબસ ૩૩૦ મલ્ટી રોલ ટ્રાન્સપોર્ટ ટેન્કર એરક્રાફ્ટ ખરીદવા અંગે વિચારણા કરી રહ્યો છે. આ વિમાનો આવી જવાથી લદ્દાખમાં ભારતીય હવાઈદળની સ્થિતિ પહેલાંની સરખામણીમાં વધુ સારી થઈ જશે. આ એક મલ્ટી-રોલ મીડ-એર રિફ્યુઅલર એરક્રાફ્ટ છે. હાલ ભારતીય હવાઈદળ પાસે સાત રશિયન આઈએલ-૭૬ એમ રિફ્યુઅલર્સ એરક્રાફ્ટ છે.
સાઉથ બ્લોકના સૂત્રો મુજબ ભારતીય હવાઈદળ બ્રિટિશ કંપની પાસેથી લીઝ પર એરબસ ૩૩૦ એમઆરટીટી લેવા માગે છે. બીજીબાજુ ફ્રાન્સે ઓછા ભાવે ૫-૭ વર્ષ જૂના એરક્રાફ્ટ ભારતને વેચવાની દરખાસ્ત કરી છે. હવાઈદળ છેલ્લા એક દાયકાથી એમઆરટીટી એરક્રાફ્ટ ખરીદવા માટે ઘણું ઊત્સુક છે.
ભારતીય હવાઈદળના ભૂતપૂર્વ પ્રમુખ મુજબ એરબસ ૩૩૦ એમઆરટીટીમાં એરબસ ૩૪૦ની સરખામણીમાં ઘણા મોટા વિંગ્સ છે, જેની મદદથી તે એક જ સમયમાં સેન્ટ્રલ રિફ્યુઅલિંગ બૂમ સિસ્ટમથી આકાશમાં જ બે ફાઈટર જેટ્સમાં ઈંધણ ભરી શકે છે.
એરબસ એરક્રાફ્ટ અંગે સૌથી સારી બાબત એ છે કે તે અત્યાધુનિક કુશળ અને ઉચ્ચ શક્તિવાળા એન્જિનના કારણે એરક્રાફ્ટ કેબિન અને ઈંધણમાં ૨૬૦ કર્મચારીઓને લઈ જઈ શકે છે. એરફોર્સના એક અધિકારીએ કહ્યું કે, આ એરક્રાફ્ટ લદ્દાખમાં જવાનોને એકજગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આૃથવા મેડિકલનો સામાન પહોંચાડવામાં ઘણો મદદરૂપ સાબિત થશે.
Recent Comments