ભારત બાયોટેકની કોવેક્સિનનું મોટું એલાનઃ સાઇડ ઇફેક્ટ આવતા વળતર આપશે
ભારત બાયોટેકએ કહ્યુ કે, કંપની તેની વેક્સિન લીધા બાદ કોઈપણ ગંભીર સાઈડ ઈફેક્ટ આવવાની સ્થિતિમાં વળતરની ચૂકવણી કરશે. કંપનીને સરકાર પાસેથી ૫૫ લાખ ડોઝનો ઓર્ડર મળ્યો છે. વેક્સિન લેનાર લોકો દ્વારા સાઈન કરવામાં આવેલ કન્સેન્ટ ફોર્મમાં ભારત બાયોટેકે કહ્યું કે, કોઈપણ ખરાબ ઘટના કે ગંભીર ઘટનાની સ્થિતિમાં તમને હોસ્પિટલમાં સ્ટાન્ડર્ડ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કન્સેન્ટ ફોર્મમાં કહેવામાં આવ્યું કે, ગંભીર સાઈડ ઈફેક્ટ માટે વળતર સ્પોન્સર દ્વારા ચૂકવવામાં આવશે. જાે એસએઇને વેક્સિનથી સંબધિત હોવાની જાણકારી મળશે તો. વેક્સિન બનાવનાર કંપનીએ કહ્યુ કે, ફેઝ ૧ અને ફેઝ ૨ ક્લિનિકલ ટ્રાયલ કોવેક્સિનના કોરોનાની સામે એન્ડીબોડીનું ઉત્પાદન કરવાની ક્ષમતા દેખાડી છે. જાે કે વેક્સિનની ક્લિનિકલ ક્ષમતાને અત્યારે પણ સ્થાપિત કરવાની છે અને ફેઝ ૩ ક્લિનિકલ ટ્રાયલમાં સ્ટડી કરવામાં આવી રહ્યું છે. કન્સેન્ટ ફોર્મમાં કહેવામાં આવ્યું છે કે, એટલા માટે એ વાતને માનવી મહત્વપુર્ણ છે કે વેક્સિન મળવાનો મતલબ એ નથી કે કોવિડ ૧૯ સાથે જાેડાયેલ અન્ય સાવધાનીઓનું પાલન કરવાની જરૂર નથી. કંપનીની જવાબદારી છે કે તે ગંભીર સાઈડ ઈફેક્ટની સ્થિતિમાં લોકોને વળતરની ચૂકવણી કરે કેમ કે વેક્સિન તે સમયે લગાવવાની છે. જે સમયે તે ક્લિનિકલ ટ્રાયલ મોડમાં છે.
Recent Comments