ભાવનગર

ભાવનગરમાં ૨ જી નવેમ્બરનાં રોજ સરકારી કચેરીઓમાં રાજકીય શોક સાથે પ્રાર્થના સભાનું આયોજન

મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે આવતીકાલે તા. ૨/૧૧/૨૦૨૨ ના રોજ રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે ત્યારે ભાવનગરમાં સરકારી કચેરીઓમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે.

        આ ઉપરાંત નિયમિતપણે રાષ્ટ્રધ્વજ જે ઇમારતો પર લહેરાવવામાં આવતો હોય ત્યાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે તેમજ તા. ૨/૧૧/૨૦૨૨ ના રોજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમનું આયોજન થશે નહીં.  આ ઉપરાંત તમામ ગામડાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં મોરબીની બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે.

Related Posts