ભાવનગર જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા.ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી
અક્ષરભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત વિવિધ તાલુકાઓમાં કેશ ક્રેડિટ કેમ્પોનું
આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેશ ક્રેડિટ કેમ્પમાં કુલ ૧૩૭ સખી મંડળોને રૂ.૨૭૫ લાખની લોન સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.
જે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.
તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે ૧૦ સખી મંડળોને રૂ. ૧૮.૫૦ લાખ,
ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૫ સખી મંડળોને રૂ. ૪૦ લાખ, ઘોઘા તાલુકામાં ૧૦ સખી મંડળોને રૂ. ૨૭
લાખ, જેસર તાલુકાના તાતણીયા ગામ ખાતે ૧૦ સખી મંડળોને રૂ. ૧૦ લાખ, મહુવા તાલુકાના ખરેડ ગામે ૧૯ સખી
મંડળોને રૂ. ૩૮ લાખ, પાલીતાણા તાલુકા પંચાયત કચેરી ખાતે ૨૬ સખી મંડળોને રૂ. ૫૨ લાખ, શિહોર તાલુકામાં
બુઢણા ગામ તથા તાલુકા પંચાયત એમ બે સ્થળે મળી કુલ ૨૦ સખી મંડળોને રૂ. ૪૨ લાખ, તળાજા તાલુકા પંચાયત
કચેરી ખાતે ૧૩ સખી મંડળોને રૂ. ૨૬ લાખ અને ઉમરાળા તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૪ સખી મંડળોને રૂ. ૨૩
લાખની લોન મંજૂર કરવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન સખી મંડળની બહેનોને NRLM યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત,
બેંક અધિકારીઓ દ્વારા સખી મંડળોને મળતી લોન, વ્યાજદર, ચુકવણી પ્રક્રિયા તેમજ અન્ય સહાય યોજનાઓ અંગે
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કેશ ક્રેડિટ કેમ્પનું સફળ આયોજન ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું
હતું.


















Recent Comments