ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા અંગે એક સપ્તાહમા રૂ.૩૦.૪૭ લાખનો દંડ વસુલવામાં આવ્યો
ગત સપ્તાહે ૧૨૨ વાહનો ડિટેઇન કરી ૪૬ લાખથી વધુનો દંડ કરાયો
કોવિડ-૧૯ ના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરીવહન વખતે માસ્ક ન પહેરવા અંગે અને જાહેરમાં થુંકવા બાબતે દંડ વસુલવાની કાર્યવાહી સરકારના આદેશ મુજબ ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્રારાકરવામાં આવી રહેલ છે. કોરોના વાયરસની મહામારીથી બચવા જાહેરમાં માસ્ક પહેરવું ભારત સરકારએ ફરજીયાત કર્યું છે,પરંતુ કેટલાક લોકો એક અથવા બીજા બહાને માસ્ક પહેરવાનું ટાળતા હોય છે. સરકારશ્રીએ જાહેરમાં માસ્ક પહેર્યું ન હોય તો સ્થળપર દંડ વસૂલવાની સત્તા પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન બંન્નેને આપી છે. આવામાં જો કોઈ માસ્ક પહેર્યા વિના બહાર નિકળશે તોસરકારના આદેશ મુજબ રૂા.૧૦૦૦/- દંડ વસૂલવામાં આવે છે. પોલીસ વિભાગનો ઉદ્દેશ માત્ર દંડ વસુલવાનો નથી પરંતુ લોકોજાહેરમાં માસ્ક પહેરે કોવીડ-૧૯ સંદર્ભે સરકારશ્રી તરફથી પ્રસિધ્ધ થયેલ ગાઇડલાઇનનું પાલન કરે અને કોવીડ-૧૯ ના સંક્રમણનેઅટકાવવા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે , જે વ્યકિતઓ સરકારના આદેશનું ઉલ્લંઘન કરી માસ્ક પહેર્યા વગર બહારનીકળે છે તેઓની પાસેથી માસ્ક દંડ વસૂલવામાં આવે છે.ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્રારા ગત સપ્તાહ દરમ્યાન માસ્ક ન પહેરવા અંગે કુલ-૩,૦૪૭ વ્યકિતઓને દંડીત કરીતેઓની પાસેથી કૂલ રૂ. ૩૦,૪૭,૦૦૦/-(અંકે રૂપીયા ત્રીસ લાખ સુડતાળીસ હજાર ) દંડ વસુલવામાં આવેલ છે. જેથી ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર દ્વારા જિલ્લાના પ્રજાજનોને સરકારના કોવીડ-૧૯ સંદર્ભેનાગાઇડલાઇન/આદેશોનું પાલન કરી માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા પોલીસવિભાગ દ્રારા ગત સપ્તાહ દરમ્યાન એમ.વી.એકટ કલમ ૨૦૭ હેઠળ કુલ-૧૨૨ વાહન ડિટેઈન કરી તેઓની પાસેથી કૂલ રૂ.૪૬,૪૩,૦૦૦/-(અંકે રૂપીયા છેતાળીસ લાખ તેતાળીસ હજાર) સ્થળ પર દંડ વસુલવામાં આવેલ છે.
Recent Comments