fbpx
રાષ્ટ્રીય

ભિવંડીના વૃદ્ધાશ્રમમાં ૬૯ વૃદ્ધો કોરોના પોઝિટિવ

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનું ઘાતક પ્રકાર જાેવા મળ્યું છે. તેથી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. તેથી, રાજ્ય સરકારે કોવિડના નિયમોનું પાલન કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. કોરોના ના નિયમોનું ઉલ્લંઘન કરનારને આકરો દંડ ભરવો પડશે. રાજ્યમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં થયેલા ઘટાડાને કારણે રાજ્ય સરકારે સંપૂર્ણ રસી અપાયેલી વ્યક્તિઓ માટે આથક, સામાજિક, મનોરંજન અને સાંસ્કૃતિક ક્ષેત્રો પરના નિયંત્રણો હળવા કર્યા હતા.આફ્રિકામાં મળી આવેલા ઓમિક્રોન વાયરસ જે કોરોનાનું નવું વેરિઅન્ટ ને લીધે સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે .

ત્યારે મુંબઈ નજીક ભિવંડી વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમમાં ૬૯ વૃદ્ધો ને કોરોના નોચેપ લાગ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે . ભિવંડી તાલુકાના પડઘા પાસે ખડાવલી ખાતે માતોશ્રી વૃદ્ધાશ્રમના ૬૯ જેટલા વૃદ્ધોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તમામ વૃદ્ધોને સારવાર માટે થાણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાડાવલી ખાતે નદી કિનારે એક વૃદ્ધાશ્રમ છે. ૧૦૦ થી વધુ બીમાર વૃદ્ધો અહીં રહે છે. ગયા અઠવાડિયે આ વિસ્તારમાં કેટલાક લોકોને તાવ આવ્યો હતો. તેની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ એક વૃદ્ધને તાવ ન હતો અને તેણે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ પોઝિટિવ હોવાથી વૃદ્ધાશ્રમના મેનેજમેન્ટે સાવચેતી તરીકે દરેકનું પરીક્ષણ કર્યું હતુ. કોરોના ટેસ્ટ કર્યા બાદ તેમાંથી ૬૯ વૃદ્ધો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

Follow Me:

Related Posts