ભુજમાં બીએસએફ જવાને ગળના ભાગમાં બે ગોળી મારી આત્મહત્ય કરી

ભુજ મુન્દ્રા રોડ પરના બીએસએફ કેમ્પમાં બીએસએફ બટાલીયન-૧૮માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુળ માહારાષ્ટ્રના અરૂણકુમાર સખારામ કવાને (ઉ.વ.૪૬)એ મંગળવારે સવારે અગ્યાર વાગ્યાના અરસામાં બીએસએફ સ્ટેશનમાં હથિયારો રાખવાના કોટ રૂમમાં પોતાના રાયફલ વળે ગળાના ભાગે બે રાઉન્ડ ફાયરિંગ કરીને આપઘાત કરી લેતાં બીએસએફ અધિકારી જવાનનોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હતભાગીના મૃતદેહને પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવાયો હતો. આ અંગે તપાસનીશ બી ડિવિઝન પોલીસ મથકના સબ ઇન્સપેક્ટર મેઘજીભાઇ આર મહેશ્વરીએ જણાવ્યું હતું કે, હતભાગી જવાન હથિયારોનો કોટ સંભાળતો હતો. અને પ્રાથમિક તપાસમાં સતત તળાવમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. હાલ બી ડિવિઝન પોલીસે અગમ્ય કારણોસર અકસ્માત મોતનું કારણ નોંધીને આગળની વધુ તપાસ ચલાવી છે. અત્રે ઉલેખનીય છે કે, ભુજ એર્ફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા અશોક કુમારે ૨૯ દિવસ પહેલા પોતાની રાયફલથી ફાયરિંગ કરીને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. હતભાગી જવાનના મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઇફ નોટ મળી આવી હતી. જેમાં આપઘાત પૂર્વે જવાને સુસાઇડનોટમાં એવો ઉલેખ કર્યો છે કે, મે મારી રીતે જ આપઘાત કરવાનો ર્નિણય કર્યો છે. આમાં કોઇપણનો વાંક કે જવાબદાર નથી તેવું તેવું લખ્યું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છેગત ૨૫ ઓક્ટોબરના ભુજ વાયુદળના જવાને પોતાની રાયફલ વળે લમણે ફાયરિંગ કરીને આત્મઘાતી પગલું ભરી લીધું હતું એ ઘટનાને હજુ પુરો મહિનો નથી થયો ત્યાં ભુજ-મુન્દ્રા રોડપર આવેલા બીએસએફ કેમ્પમાં જવાને પોતાના ગળા પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
Recent Comments