fbpx
રાષ્ટ્રીય

મુંબઇ-ઇન્દોરમાં પેટ્રોલ ૯૨ રૂપિયાની ટૉચે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાથી માત્ર અઢી રૂપિયા દૂર..!

બે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હવે ૧૦૦ રૂ. લીટરથી માત્ર અઢી રૂ. દૂર થાય છે, તો મુંબઈ અને ઈન્દોરમાં પેટ્રોલનો ભાવ ૯૨ રૂ. ઉપર ચાલ્યો ગયો છે. આજે ડીઝલના ભાવમાં ૨૩ થી ૨૭ પૈસા તો પેટ્રોલમાં ૨૨ થી ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૫.૪૫ રૂ. અને ડીઝલનો ભાવ ૭૫.૬૩ થઈ ગયો છે. આ જ રીતે મુંબઈમાં પેટ્રોલ ૯૨.૦૪ રૂ. અને ડીઝલ ૮૨.૪૦ રૂ. લીટર થયુ છે. ચેન્નઈમાં પેટ્રોલના ૮૮.૦૭ રૂ. તો ડીઝલ ૮૦.૯૦ રૂ. થયુ છે. કોલકતામાં પેટ્રોલનો ભાવ ૮૬.૮૭ રૂ. અને ડીઝલ ૭૯.૨૩ રૂ. થયા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ તેના સૌથી ઉચ્ચત્તમ શિખરે પહોંચી ગયા છે. જાે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં નરમાશ જાેવા મળી છે અને ક્રૂડ ૫૫ ડોલર પ્રતિ બેરલ થઈ ગયુ છે. ભારતીય બાસ્કેટમાં જે ક્રૂડ આવે છે તે લગભગ ૨૦ થી ૨૫ દિવસ જૂનુ હોય છે એટલે કે આજે જે ક્રૂડનો ભાવ છે તેની અસર ૨૦ થી ૨૫ દિવસ બાદ જાેવા મળી શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઈઝ ડયુટી, ડીલર કમિશન અને અન્ય ચીજાે જાેડયા બાદ તેનો ભાવ ડબલ થઈ જાય છે. જાે કેન્દ્રની એકસાઈઝ ડયુટી અને રાજ્ય સરકારોનો વેટ હટાવાઈ તો ડીઝલ અને પેટ્રોલનો ભાવ લગભગ ૨૭ રૂ. લીટર થઈ જાય પરંતુ કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર બન્ને કોઈપણ ભોગે ટેકસ હટાવી નથી શકતી કારણ કે તેની આવકનો મોટો ભાગ આ જ છે.

Follow Me:

Related Posts