મુંબઈમાંથી ફેક વેક્સિનનેશન સર્ટિ.નો પર્દાફાશ ૨ આરોપીની ધરપકડ
ગોરેગાંવ પશ્ચિમ વિસ્તારમાં કેટલાક યુવકો કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો બનાવવાનું કામ કરી રહ્યા છે. આ ટોળકી કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો બનાવવાના નામે લોકોને છેતરતી હતી. આ સુરાગ મળતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મ્સ્ઝ્રની ટીમ સાથે ગોરેગાંવ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ઘણા બનાવટી નકલી રસીના પ્રમાણપત્રો પણ રિકવર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ગેંગ એવા લોકોને કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો આપતી હતી જેમણે કોવિડ-૧૯ રસીના ડોઝ લીધા નથી.
અત્યાર સુધીમાં આ લોકોએ કુલ ૭૦ થી ૭૫ લોકોને કોરોના વેક્સિનેશનના નકલી પ્રમાણપત્રો વેચ્યા છે. નકલી સર્ટિફિકેટના બદલામાં આ ટોળકી લોકો પાસેથી ૧૫૦૦ રૂપિયા લેતી હતી. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, નકલી રસીના પ્રમાણપત્રો બનાવવાનો આ ધંધો છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો હતો. આ કાર્યવાહી બાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમ એ જાણવામાં લાગી છે કે આ બે આરોપીઓ સિવાય આ ટોળકીમાં અન્ય કોણ કોણ સામેલ છે અને અત્યાર સુધીમાં આ રીતે નકલી સર્ટિફિકેટ બનાવીને આ ગેંગ દ્વારા કેટલા લોકોને છેતરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કોરોના વેક્સિનેશનના નકલી પ્રમાણપત્રો બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગોરેગાંવ વિસ્તારમાં એક મોટું ઓપરેશન હાથ ધરીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટોળકી રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો આપતી હતી જેમણે રસી લીધી નથી અને તેમને ફેક સર્ટીના બદલામાં તેમની પાસેથી ૧૫૦૦ રૂપિયા વસૂલતી હતી. ટોળકીનો પર્દાફાશ થયા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ સમગ્ર કેસની તપાસમાં લાગી ગઈ છે.
Recent Comments