fbpx
ગુજરાત

મુખ્યપ્રધાન રૂપાણીએ રામમંદિર નિર્માણ માટે કર્યુ રૂપિયા ૫ લાખનું દાન

રાજકોટમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિશેષ હાજરી આપી હતી. તેમજ રામ મંદિર નિર્માણ માટે ૫ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. જ્યારે આ કાર્યક્રમમાં વિખ્યાત કથાકાર રમેશભાઇ ઓઝા સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવી સંસ્થાના અનેક આગેવાનો પણ જાેડાયા હતા.
મુખ્યપ્રધાન રૂપાણી રાજકોટ ખાતે આવ્યા હતા. ત્યારે રાજકોટ મનપા અને રૂડાના અનેક વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમજ શહેરનાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને રામ મંદિર નિર્માણ માટે રૂ. ૫ લાખ આપ્યા હતા. જ્યારે કથાકાર રમેશભાઇ ઓઝાએ ૫૧ લાખના દાનની જાહેરાત કરી હતી.

Follow Me:

Related Posts