મોડાસાના ગાજણ ગામમાં ઝાડ પર બે બાળકોને ગળેફાંસો આપી દંપત્તિએ પણ ગળેફાંસો ખાદ્યો સામૂહિક આપઘાતથી ખળભળાટ

અરવલ્લી જિલ્લાના મોડાસાના ગાજણ ગામમાં સામૂહિક આપઘતાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. પતિ પત્નીએ પહેલા બન્ને બાળકોને ગળેફાંસો આપી દંપત્તિએ પણ ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. ગામના એક ઝાડ પર એક સાથે એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુથી હડકંપ મચી ગયો છે. હાલ આર્થિક સંકડામણમાં આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.પ્રાથમિક માહિતી અનુસાર, એક જ પરિવારના સભ્યોએ આપઘાત કર્યો છે. જોકે આપઘાતનું સાચું કારણ અકબંધ છે. સૂત્રો દ્વારા મળતા માહિતી અનુસાર આર્થિક સંકડામણનામાં આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.
Recent Comments