બોલિવૂડ

“યારિયાં” ગુજરાતી સીરિઝમાં યશ-ભક્તિ લોકોને સ્કૂલ લાઈફ યાદ કરાવશે

‘બસ ચા સુધી’ આ શબ્દ હવે દરેક યુવાનોના દિલમાં ઉતરી ગયો અને સોશિયલ મીડિયા પર સ્ટોરીમાં અવાર નવાર સાંભળવા મળતો રહે છે. જેની સીરિઝ લોકોએ ખુબ વખાણી અને વધાવી છે, અઢળક પ્રેમ આપ્યો છે. જેના બે ભાગ હિરેન દોશી કે જેમનું આસ્થા પ્રોડક્શન છે તેઓના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે. ત્યારે હવે અલગ પ્રકારની વેબ સીરિઝ લઈને આવી રહ્યા છે જેનું નામ છે યારિયાં. કે જેમાં મિત્રતાની વાત કરવામાં આવશે.

જ્યારથી જ આ સીરિઝની વાત બહાર આવી છે ત્યારથી ફેન્સમાં પણ એક અલગ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. એમાં પણ યશ અજમેરા કે જે અત્યાર સુધી અઢળક ફેશન શોમાં તો જાેવા મળ્યા હતા પણ હવે એક અભિનેતા તરીકે જાેવા મળશે, જે ભક્તિ કુબાવત સાથે જાેવા મળશે. ફેન્સમાં પણ આ વાતને લઈ અનેરો ઉત્સાહ છે કારણ કે યશ અને ભક્તિ આ સીરિઝમાં સારા મિત્રો તરીકે જાેવા મળવાના છે. આ સાથે જ વાત કરીએ તો કવન પટેલ, સંજય ગલસર અને ભૂમિકા બારોટ પણ જાેવા મળશે. ભૂમિકા બસ ચા સુધીની પહેલી સીરિઝમાં પણ રોલ કરી ચુકી છે એટકે ફેન્સ ફરી એને સીરિઝમાં જાેવા માટે ઉત્સાહિત છે.

જાે આ સીરિઝની સ્ટોરી વિશે વાત કરીએ તો શાળાના મિત્રોની લાઈફ વિશે તેમાં બતાવવામાં આવશે. ડાયરેક્ટનું માનીએ તો એમાં ખુબ જ સરસ વાત કરવામાં આવી છે અને એકદમ રસપ્રદ સ્ટોરી પ્રેજન્ટ થવા જઈ રહી છે. ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે આ સીરિઝને પણ બસ ચા સુધી જેટલો પ્રેમ મળે છે કેમ? પણ હા ફેન્સમાં આ સીરિઝને લઈ અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

Related Posts