સૌરાષ્ટ - કચ્છ

યુવતીના પિતાએ બીજા લગ્ન કરી લેતાં યુવતીએ એસિડ પી આપઘાત કરી લીધો

જામનગરમાં મામાના ઘરે આવેલી ૨૦ વર્ષની યુવતીના પિતાએ બીજા લગ્ન કર્યા હોય અને પિતા ફોન પર તેની સાથે વાત કરતાં ન હોવાથી યુવતીએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. અને આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

રાજકોટના પડધરી તાલુકાના હડતમીયા ગામના વતની હાલ અમદાવાદમાં રહેતી જ્યોતીબા જયેન્દ્રસિંહ જાડેજા (ઉં-૨૦) નામની યુવતીના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. અને યુવતી છેલ્લા ચારેક માસથી જામનગર શહેરના નવાગામઘેડ ગોપાલ ચોકમાં મામા ભીમનાથસિંહના ઘરે રહેતી હતી. તેણીના પિતાએ બીજા લગ્ન કર્યા હોય અને તેની સાથે ફોન પર વાત કરતા ન હતા.

જેથી તેણીને મનમાં ખરાબ વિચારો આવતાં હોવાથી ગત તા.૧૮ના સાંજના સમયે એસિડ પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જયેન્દ્રસિંહ હકુભા જાડેજા (ઉં-૪૯)એ પોલીસમાં જાહેર કરતાં પોલીસે મૃતદેહનો કબ્જાે સંભાળીને પીએમ માટે મોકલી દીધો છે.

Follow Me:

Related Posts