fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં અન્નોત્સવ કાર્યક્રમનો કોંગ્રેસે ગળામાં બેનરો લટાવી વિરોધ કર્યો

ગુજરાતમાં ઠેર ઠેર સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાની સાથે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આજે રાજકોટમાં ભાજપ દ્વારા ‘અન્નોત્સવ કાર્યક્રમ’નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોંગ્રેસ દ્વારા શહેરમાં બે સ્થળે ભાજપ વિરોઘી નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા કુલ ૩૯ કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતાને આજનો કાર્યક્રમ શા માટે છે તેની ખબર જ નથી!, કોગ્રેસમાં સંકલનના અભાવે નેતાઓ દ્વારા હોંશે હોંશે વિરોધ કરવામાં આવે છે પરંતુ વિરોધના મુદ્દે વિષયાંતર જાેવા મળ્યો હતો.

શહેરમાં ૧૦-૧૦ મિનિટના અંતરે યોજાયેલા વિરોધ પ્રદર્શન પૈકી પહેલા પ્રદર્શનમાં કોંગી આગેવાન મહેશ રાજપૂત દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્યક્ષેત્રે સરકારની કામગીરી નબળી છે. આરોગ્યને લઇને લોકો પરેશાન છે. આરોગ્યનાં યોગ્ય કામ કરવામાં આવતાં નથી. હાલ મોંઘવારી વધી રહી છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવને લઇને ગરીબ અને મધ્યમ વર્ગ હાડમારી વેઠી રહી છે ત્યારે ભાવ નિયંત્રણ તો દૂરની વાત રહી સતત વધી રહેલા ભાવો પર સરકારનું કોઇ નિયંત્રણ નથી રહ્યું, માટે મોંઘવારી મુદ્દે આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં ભરતભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, વશરામભાઈ સાગઠીયા, રહીમભાઈ સોરા, રણજીત મુંધવા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, નરેશભાઈ સાગઠીયા સહિતના ૩૯ આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts