fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોના બાદ એજ્યુકેશન અને ઉદ્યોગોમાં વધારો

કોરોના બાદ રાજકોટમાં ગેમ્સ બનાવવાના મળતા ઓર્ડરની સંખ્યા વધી રહી છે. અગાઉ આ સંખ્યા આખા વર્ષની ૫૦થી ૬૦ હતી. કોરોના બાદ હવે ઈન્ટરેક્ટિવ, સ્ટ્રેટજીની ગેમ્સની ડિમાન્ડ વધી રહી છે.આ સિવાય એજ્યુકેશનમાં ઉપયોગી બને તેવા પ્રકારની ગેમ્સની ડિમાન્ડ જાેવા મળે છે.આ સિવાય મેડિકલ, સર્વિસ સેક્ટર, રિટેલ ડિસ્ટ્રિબ્યૂટરમાં ઉપયોગી હોય તેવા પ્રકારના સોફ્ટવેર વધુ વપરાઈ રહ્યા છે. ૨૦૧૦ બાદ રાજકોટમાં આઈટી સેક્ટર માટે ડાઉનફોલ તબક્કો ગણી શકાય, પરંતુ કોરોના બાદ આ સેક્ટર વિકસી રહ્યું છે.આ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓની ટકાવારી ૪૦ ટકા અને પુરુષોનું પ્રમાણ ૬૦ ટકા ગણી શકાય. ૨૦૦૧થી ૨૦૧૦ સુધી રાજકોટમાં આઈટી સેક્ટરનું સૌથી વધુ ડેવલપમેન્ટ હતું. આઈટી સેક્ટર ડેવલપ થતા રાજકોટમાં અન્ય ઉદ્યોગોનો વિકાસ થશે.તેમજ નવી -નવી કંપનીઓ પણ આવશેકોરોનાના લોકડાઉનમાં દરેક વેપાર-ઉદ્યોગ બંધ હતા.આ સમયે માત્ર આઇટી ઈન્ડસ્ટ્રીઝ જ ચાલુ રહી. વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું. આથી લોકોને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનું મહત્ત્વ સમજાયું. તેનો વપરાશ વધવા લાગ્યો. એકલા માત્ર રાજકોટની જ વાત કરીએ તો કોરોના બાદ રાજકોટમાં એજ્યુકેશન માટેના સૌથી વધુ સોફ્ટવેર બન્યા, તો કરિયાણાથી લઇને મોલમાં આઈટીનો ઉપયોગ વધવા લાગ્યો. ઉદ્યોગો પણ આ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી આધારિત થઈ ગયા. એક અંદાજ મુજબ રાજકોટમાં એજ્યુકેશન અને ઉદ્યોગમાં આઈટીનો વપરાશ ૨૦ થી ૨૫ ટકામાંથી ૧૦૦ ટકા થયો છે. એક જ વર્ષમાં ૪૦૦ થી વધુ નવી કંપનીઓ રાજકોટમાં આવી.જેને કારણે આઈટી ઈન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર રૂ.૧૫૦૦ કરોડમાંથી રૂ.૨૩૦૦ કરોડે પહોંચ્યું છે. કોરોના પહેલા આ ઈન્ડસ્ટ્રીઝમાં આઉટ સોર્સિંગના એક- બે પ્રોજેક્ટ આવતા તેની સંખ્યા હવે ૨૫ પહોંચી છે. તેમ રાજકોટમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિએશનના પ્રમુખ રોનકભાઈ રૈયાણીએ જણાવ્યું છે. કોરોના પહેલા શાળા-કોલેજમાં સોફ્ટવેરનો ઉપયોગ માત્ર એડમિશન માટે જ મર્યાદિત હતો, પરંતુ કોરોના બાદ એજ્યુકેશનમાં નવા સોફ્ટવેર બનવા લાગ્યા છે. જેમાં એસાઈમેન્ટ, એટેન્ડન્સ, ટીચર્સ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ, મોનિટરિંગ ઓનર્સ એમ અલગ અલગ પ્રકારના સોફ્ટવેર બને છે. એજ્યુકેશન સેક્ટરમાં આઇટીનું ડેવલપમેન્ટ છેલ્લા એક દશકામાં નથી થયું એટલું એક વર્ષમાં થઈ ગયું.

Follow Me:

Related Posts