fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં પાનેતર પહેરીને યુનિવર્સિટીની પરીક્ષા આપવા પહોંચી દુલ્હન

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાઓ શરૂ થતાં રાજકોટની વિદ્યાર્થી શિવાંગી હાલ મ્જીઉનો અભ્યાસ કરે છે. મ્જીઉ સેમ-૫ની પરીક્ષા છે. ત્યારે શિવાંગી લગ્ન પહેલા પોતાના પતિ સાથે કોલેજે પરીક્ષા આપવા પહોંચી હતી.શિવાંગીએ અભ્યાસને મહત્વ આપવાં માટે લગ્નના દિવસે જ પ્રભુતામાં પગલા પાડે તે પહેલા દુલ્હનના શણગારમાં કોલેજની પરીક્ષા આપી હતી. ત્યારબાદ પોતાના લગ્ન મંડપમાં લગ્ન કરવા માટે વિધીમાં જાેડાઈ હતી. આમ લગ્ન પહેલા શિક્ષણને મહત્વ આપી શિવાંગીએ સમાજમાં નવો રાહ ચિંધ્યો છે.રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર યુનીવર્સિટીની પરીક્ષાઓ શરુ થઈ છે. આ સમયે લગ્નના પરિધાનમા સજ્જ થઈને શિવાંગી બગથરીયા નામની યુવતી જ્યારે પરીક્ષા ખંડમાં આવી ત્યારે સૌ કોઈ ચકિત થઈ ગયા હતા. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, લગ્ન કરતા મારા માટે શિક્ષણ મહત્વનું છે.વધુમાં શિવાંગીએ જણાવ્યું હતું, હું આજે બેચલર ઓફ સોશિયલ વર્કની પરીક્ષા આપવા આવી છું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સમાજીક કાર્ય કરવું એ મારા જીવનનું એક મહત્વનું કાર્ય છે. જેના માટે અભ્યાસ કરવો જરૂરી છે અને એટલે જ આજે હું મારી પરીક્ષા આપવા આવી છું. જયારે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ હતી. માટે અમે લગ્નનું મહુર્ત થોડું મોડું નક્કી કર્યું અને પહેલા હું એક્ઝામ આપવા આવી છું.

Follow Me:

Related Posts