રાજુલા એસ ટી કર્મચારી ની પ્રમાણિકતા
રાજુલા એસટી ડેપો ના રાજુલા ખાંભા અમરેલી બસમાં એક વ્યક્તિનો મોબાઈલ જડતા એસટી ડ્રાઇવર મૂળ માલિકને ગોતી ને પરત આપતા પ્રમાણિકતાનો ઉદાહરણ પુરુ પાડેલ છે રાજુલા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ને રાજુલા ખાંભા અમરેલી બસમાં એક શિક્ષકનો મોબાઈલ જે શિક્ષકનું નામ કૃપાલ ભાઈ હોવાનું અને અમરેલી જઈ રહ્યા હતા ત્યારે આ ગાડી અમરેલી જઈને પરત આવતા આ શિક્ષકને ખબર પડેલ કે મોબાઇલ પડી ગયેલ છે ત્યારે આ ગાડીના ડ્રાઇવર કંડકટર નો સંપર્ક કરતા ડ્રાયવર ખોડુ ભાઈ ગાડી સર્વિસ કરાવી રહ્યા હતા અને તપાસ કરતા આ મોબાઇલ મળી આવતા આ મોબાઈલ મૂળમાલિકને પરત કરેલ છે ત્યારે અંદાજિત રૂપિયા ૨૦ હજારની કિંમતનો મોબાઈલ મૂળ માલિકને પરત કરતા માનવતાનું તેમજ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડેલ છે ત્યારે રાજુલા એસટી ડેપો નો સ્ટાફ તેમજ સમગ્ર એસટી કર્મચારી આ બાબતે ગૌરવ અનુભવી રહ્યા છે
Recent Comments