રાજુલા, જાફરાબાદ, પંથકમાં કમૌસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

રાજયમાં અનેક જિલ્લાઓમાં ગઈકાલે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે આજે સાંજથી ઉના, રાજુલા, જાફરાબાદ પંથકમાં કમૌસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા હતા, તો આજે સવારથી જ ઉના પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કેટલીક જગ્યાએ છુટો છવાયો કમૌસમી વરસાદ પડતાં શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હાલ ગુજરાતમાં ત્રણ ઋતુ ભેગી થઈ હોય કેવોવાતાવરણ બન્યું છે. ગરમી ઠંડી અને હવે વરસાદ પડવાથી લોકો પણ ચિંતામાં મુકાયા હતા.
Recent Comments