રાહુલ રોય હવે ફિલ્મ ‘સ્ટ્રોક’માં સ્ટ્રોક વિક્ટિમનો રોલ પ્લે કરશે

રાહુલ રોયને હાલમાં જ કારગિલમાં ‘એલએસી’ના શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. હવે રાહુલ આ જ નામની ફિલ્મમાં સ્ટ્રોક વિક્ટિમની ભૂમિકા ભજવશે. આ ફિલ્મને નિતિન કુમાર ગુપ્તા જ ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું નામ ‘સ્ટ્રોક’ હશે. એક ઈન્ટરવ્યૂમાં નિતિને કહ્યું હતું કે રાહુલને સોમવાર (૭ ડિસેમ્બર)ના રોજ ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. અહીંયા તેની સ્પીચ થેરપી ચાલુ રહેશે. નિતિનની રાહુલની સાથે ફિલ્મ ‘સૈયોની’ ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. નિતિને કહ્યું હતું, આ બ્રેન સ્ટ્રોક બાદ રાહુલની પહેલી ફિલ્મ રિલીઝ થશે.
અન્ય પ્રોડ્યૂસર રાહુલ સાથે કામ કરતાં ખચકાટ અનુભવે છે. મારી યોજના ફેબ્રુઆરીમાં તેની સાથે એક ફિલ્મ લૉન્ચ કરવાની છે. આ ફિલ્મ મર્ડર મિસ્ટ્રી પર આધારિત રહેશે. આ ફિલ્મનું ટાઈટલ ‘સ્ટ્રોક’ હશે. આ ફિલ્મનો હીરો એક હત્યાનો સાક્ષી હોય છે પરંતુ તે તેનું નામ લઈ શકતો નથી, કારણ કે તેને બ્રેન સ્ટ્રોક આવી જાય છે. રાહુલ રોયે સોશિયલ મીડિયામાં પોતાની તબિયત અંગે વાત કરી હતી. તેણે બહેન ગ્રેસ રોય તથા જીજાજી રોમીર સેન સાથેનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં રાહુલની બહેને એક્ટર તરફથી ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વીડિયો પોસ્ટ કરીને રાહુલે કહ્યું હતું, ‘હું ઠીક થઈ રહ્યો છું.
મારા તમામ મિત્રો, પરિવાર તથા ચાહકો, આ તમામ મારા માટે પરિવાર જેવા છે. પ્રેમ તથા પ્રાર્થના માટે આભાર. જલદીથી પરત આવીશ. ૫૨ વર્ષીય એક્ટર રાહુલ રોય કારગિલમાં ‘ન્છઝ્ર’નું શૂટિંગ કરતો હતો. અહીંયા માઈનસ ૧૭ ડિગ્રીમાં શૂટિંગ કરવાને કારણે રાહુલ રોયને બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાનું કહેવાય છે. રાહુલને પહેલાં કારગિલની હોસ્પિટલમાં અને પછી શ્રીનગર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.
Recent Comments