રાષ્ટ્રીય

લવ જેહાદના વિવાદ વચ્ચે ઇલાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ વયસ્ક કપલને પોતાની મરજીથી જીવવાનો અધિકાર, તેમાં કોઇ હસ્તક્ષેપ કરી શકે નહીં

ઉત્તર પ્રદેશમાં લવજેહાદના નામે ઘણા વિવાદ થઈ રહ્યા છે અને રાજ્યની સરકાર આ મુદ્દા પર ખૂબ ચિંતિત છે ત્યારે ઇલાહાબાદ હાઇકોર્ટે એક આંતરજાતીય વિવાહ મુદ્દે આદેશ આપતા કહ્યું છે કે બે વયસ્કને શાંતિપૂર્ણ રીતે જીવવાનો અધિકાર છે.
ઇલાહાબાદ હાઇકોર્ટે આંતરજાતીય વિવાહ કરનાર એક દંપતીને આરોપમુક્ત કર્યા હતા. હાઇકોર્ટે આ આદેશ તે આધાર આપ્યો છે કે દીકરીની ઉંમર ૧૮ વર્ષથી ઉપર છે અને તેને પોતાની પસંદગીના વ્યક્તિ સાતજે લગ્ન કરવા અને પોતાની શરતો પર જીવવાનો અધિકાર છે.
૨૩ વર્ષીય મુસ્લિમ યુવક અને હિન્દુ ધર્મથી ઇસ્લામ અપનાવનાર ૨૨ વર્ષીય મહિલાની અરજી પર સુનાવણી કરતાં જસ્ટીસ સરલ શ્રીવાસ્તવે કહ્યું કે અદાલત વારંવાર કહી ચૂકી છે કે જાે બે વ્યક્તિ વ્યક્તિ સગીર નથી અને તે પોતાની ઈચ્છા અનુસાર સાથે રહેવાનો ર્નિણય લે છે તો શાંતિપૂર્ણ જીવન કોઇ પણ હસ્તક્ષેપ વગર જીવવાનો અધિકાર છે. નોંધનીય છે કે આ ચુકાદાની સાથે સાથે કોર્ટે પોલીસને સુરક્ષા આપવા પણ આદેશ કર્યા છે.
નોંધનીય છે કે યુવક અને યુવતીએ કોર્ટમાં પોતાના દસ્તાવેજ દર્શાવતા કહ્યું હતું કે તે સગીર નથી અને તે પોતાના જીવન માટે ર્નિણયો લઈ શકે છે. હાઇકોર્ટમાં અરજી કરનાર મહિલાએ કહ્યું કે તેણે પોતાની ઈચ્છાથી ઇસ્લામ અપનાવ્યો છે અને તેણે પોતાની મરજીથી જ લગ્ન કર્યા છે. દંપત્તિએ કોર્ટથી માંગ કરી કે તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવે અને તેમના જીવનમાં હસ્તક્ષેપ કરવામાં આવે નહીં.
નોંધનીય છે કે યુપી સરકારે દબાણપૂર્વક ધર્મ પરિવર્તનના વિરોધમાં કડક કાયદો બનાવ્યો છે અને આ કાયદા અનુસાર દસ વર્ષની જેલ અને ૫૦ હજારના દંડની જાેગવાઈ કરવામાં આવી છે. આ કાયદાને લઈને પણ હાઇકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે.

Related Posts