અમરેલી

લાઠી પ્રાંત અધિકારી ગૌતમ ઉત્સવએ કોવિડ ૧૯ ની રસી લીધી

લાઠી તાલુકા માં પૂરજોશ માં ચાલતી કોરોના રસીકરણ ની કામગીરીપ્રાંત અધિકારી શ્રી ગૌતમ ઉત્સવ એ પણ કોવિડ ૧૯ ની રસી લીધીદેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર. આર. મકવાણા ના નેતૃત્વ માં અત્યાર સુધી માં ૩૨૦૦ થી વધુ લોકો ને કોરોના ની રસી અપાઈ છે. ડો. હરિવદન પરમાર અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ નિખિલ બુદ્ધ ના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કા માં લાઠી તાલુકા ના ૫૦૦ થી વધુ હેલ્થ કેર વર્કર અને બીજા તબક્કા માં ૫૫૦ થી વધુ ફ્રન્ટ લાઈન વર્કરો સફળતા પૂર્વક કોરોનાની રસી ના બંને ડોઝ લઈ ચૂક્યા છે તેમજ ત્રીજા તબક્કા માં ૬૦ વર્ષ થી વધુ વય ના ૨૧૫૦ થી વધુ નાગરિકો ને આ રસી નો પહેલો ડોઝ અપાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, લાઠી તાલુકાના પ્રાંત અધિકારી ગૌતમ ઉત્સવ એ પણ આજ રોજ કોરોના રસી લઈ સૌને રસી લેવા પ્રેરણા આપી છે.

લાઠી ની બંને સરકારી હોસ્પિટલો અને ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના જુદા જુદા ગામો માં હેલ્થ કર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર, ૪૫ વર્ષ થી વધુ વય ના કો મોરબિડ કન્ડીશન વાળા અને ૬૦ વર્ષ થી વધુ વય ના તમામ લોકો ને કોરોના રસીકરણ માટે સાઈટ નું આયોજન કરેલ હોય વધુ માં વધુ લોકો કોરોના ની રસી લે તેવી અપીલ પણ કરી હતી.

Related Posts