fbpx
અમરેલી

લીલીયા ના હાથીગઢ મા સર્જાયા દેશભક્તિના દ્રશ્યો ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પુર્ણ કરી માદરેવતન આવેલા નિર્મળ ગાગીયાનુ થયુ અદકેરૂ સન્માન

      હાથિગઢ ગામના આહિર યુવાન નિર્મળ ગાગીયા એ કર્ણાટકમાં પોતાની આર્મી ટ્રેનિંગ પુર્ણ કરી અને વતન હાથિગઢ પહોંચતા તેનુ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું પોતાના ગામનો નવયુવાન દેશના સિમાડા સાચવવા ગયો હોય ગ્રામજનોએ જોરદાર સ્વાગત કર્યું હતુ તેના આર્મી ના મિત્રો તેમજ સગાસ્નેહિઓ પણ જોડાયા હતાનાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલા નિર્મળ ના પરિવાર જનો ગદગદીત થયા હતા તેમના માતા કંચનબહેન નુ કહેવાનુ હતુ હું હજી મારા બીજા પુત્ર નેપણ ઇન્ડિયન આર્મીમાં મોકલવા માંગુ છુ સંપૂર્ણ પણે દેશ પર ન્યોછાવર થવાની ભાવના જોરદાર છે તેમની એકની એક પુત્રી નિરૂપા ની સગાઇ પણ એક આર્મિમેન સાથે કરવામાં આવી છે આ રીતે આખો પરિવાર રાષ્ટ્ર ને સમર્પિત છે એવા હાથિગઢ ના આહીર પરિવાર ને સલામ

Follow Me:

Related Posts