લૂંટારુઓ ફરી બન્યા બેફામ, લગ્ન માં હાજરી આપી વિસનગર થી અમદાવાદ આવતી મહિલા ના ૪ લાખ ના દાગીના લૂંટાયા

ગુજરાત માં ફરી એક વાર લૂંટારું સક્રિય સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ માં રેહતી એક મહિલા દિવાળી વેકેશનમાં પોતાના વતન વિસનગર ગઈ હતી. આ દરમિયાનજ તેની બહેનના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ઘરેથી સોનાના દાગીના પણ સાથે લઈ ગઈ હતી. પ્રસંગ પતાવીને ઘરે પરત ફરતાં જ રસ્તામાં પળ વારમાંજ સાડા ચાર લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ બાબતે મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ૧૯ નવેમ્બરે વતનમાંથી તેઓ પરિવાર સાથે અમદાવાદ પરત આવવા નીકળ્યા હતાં. ત્યારે તેમણે પોતાના થેલામાં દાગીના છે કે નહીં તે જાેયું હતું. આ ચોકસાઈ કરીને તેઓ અમદાવાદ પરત આવવા માટે નીકળ્યાં હતાં. તેઓ દાગીના ભરેલો થેલો લઈને ઈકો ગાડીમાં બેસીને મહેસાણા ડાભલા ચોકડી આવ્યા હતાં. ત્યાંથી એસટી બસમાં બેસીને અમદાવાદ રબારી કોલોની આવ્યાં હતાં. ત્યાંથી રિક્ષામાં બેસીને તેઓ સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે પોતાના ઘરે પહોંચ્યા હતાં. ઘરે પહોંચતાની સાથે થેલામાં મુકેલા દાગીના નહીં હોવાથી તેઓ ચોંકી ગયાં હતાં. તેમના થેલાની ચેન પણ બંધ હતી.
થેલામાં દાગીના નહીં હોવાથી તે ક્યારે અને કેવી રીતે ચોરાઈ ગયાં એનો એમને ખ્યાલ જ નહોતો. તેમણે પોતાના દાગીના ચોરાયાની ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments