અમરેલી

વડીયા ગ્રામ પંચાયત પીજીવીસીએલનું બીલ નહિ ભરે તો 15 દિવસમાં વીજળી કટ થશે

અમરેલી જીલ્લામાં આવેલ વડીયા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટનું બિલ બાકી હોવાને કારણે પીજીવીસીએલ તંત્ર હરકતમાં આવ્યુ છે. અહીં વડીયા ગ્રામ પંચાયત સહિત 22 જેટલી ગ્રામ પંચાયતનું વિજબીલ બાકી છે.

પીજીવીસીએલના ડેપ્યુ એન્જીનયર દ્વારા વડીયા ગ્રામ પંચાયતને લેખીતમાં નોટિસ આપી વીજબિલ ભરપાય કરવા માટે સૂચના આપી છે. જો આવતા 15 દિવસમાં ગ્રામ પંચાયત 2 લાખ જેટલું બિલ નહિ ભરે તો વીજ કનેક્શન કપાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જો વીજ કનેક્શન કપાય તો વડીયાની સ્ટ્રીટ લાઈટ બંધ થવાથી અંધાર પટ છવાઇ શકે છે. ઉપરાંત 10 માસથી વિજબીલ બાકી હોવાનું આજે ખુલ્યુ છે. ઉપરાંત કેટલીક ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર પણ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે

Follow Me:

Related Posts