અમરેલી

વાણિજ્યિક સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મીઓએ ૧૫ ઓગસ્ટ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા જાહેરનામું પ્રસિદ્ધ

અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ કોરોનાની મહામારીને અનુલક્ષીને સુધારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા પ્રમાણે વાણિજ્યિક સંસ્થાઓ કે વ્યાપારિક હેતુ સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કમરિચારીઓએ આગામી ૧૫ ઓગસ્ટ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. જે વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવેલા હોય તેવા કિસ્સાઓમાં પોઝિટિવ આવ્યાના ૧૪ દિવસથી કે હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુરત જ પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

Related Posts