વિસાવદરમાં પંથકમાં સિંહણને રંજાડવામાં આવી હોવાનો વીડિયો વાયરલ

જૂનાગઢના વિસાવદર પંથકમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાછળ સિંહણ દોટ લગાવે છે. જેને લઈને વાહનચાલકો, ખેડૂતો, માલધારીઓ, વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. મોટા કોટડાથી
નાના કોટડા વચ્ચે ત્રણ દિવસથી સિંહણ વાહનચાલકો પાછળ દોડ મુકે છે.
સિંહણને રંજાડવામાં આવી હોવાથી આવુ કૃત્ય કરતુ હોવાનું અનુમાન છે. આ અંગે વન વિભાગની કચેરીને રજૂઆત કરવામાં આવી છે..તેમજ સિંહણ લોકો પર હુમલો કરે તે પહેલા યોગ્ય ર્નિણય કરવા સ્થાનિકોની માંગ છે.
Recent Comments