વિસાવદરમાં ૨ સિંહણ મજૂર પર એટેક કરતા યુવાન ધક્કો મારી ઓરડીમાં ઘૂસી ગયો

વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે વજુભાઇ પાંચાભાઇ વઘાસિયાના ખેતરમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જબલપુરા ગામનો વતની અશેષ વસ્તાભાઇ મહિડા (ઉ. ૨૫) નામનો યુવાન મજૂરી કરે છે. આજે સાંજે ૬ વાગ્યાના અરસામાં અશેષ અને બીજા બે મજૂરો કપાસ વીણવાનું કામ કરતા હતા. ત્યારે અચાનકજ ૨ સિંહણ ત્યાં આવી હતી. અને અશેષને ગળેથી પકડ્યો હતો. એ દૃશ્ય જાેઇ તેની સાથેના બે મજૂરો નાસી છૂટ્યા હતા. જ્યારે અશેષે સિંહણને ધક્કો માર્યો હતો. અને દોડ્યો હતો. આથી સિંહણ તેની પાછળ દોડી હતી. પણ અશેષે નજીકમાંજ આવેલી ખેતરની ઓરડીમાં ઘૂસી બારણું બંધ કરી જાતને બચાવી લીધી હતી. અને બાદમાં વાડી માલિકને ફોન કર્યો હતો. આથી વજુભાઇ સહિત બે લોકો ત્યાં બાઇક પર આવી પહોંચ્યા હતા. જાેકે, એ દરમ્યાન અંધારું થઇ ગયું હતું. તેઓએ ટોર્ચથી જાેતાં બંને સિંહણ ત્યાંજ હોઇ એ બંને પણ ઓરડીમાં પૂરાઇ ગયા હતા. અને ગામમાં બીજા લોકોને ફોન કરી મદદ માંગી હતી. આથી બીજા લોકો ત્યાં ટ્રેકટર લઇને આવી પહોંચ્યા હતા. અને હાકોટા પાડતાં બંને સિંહણ ત્યાંથી દૂર ચાલી ગઇ હતી. અને ત્રણેયને બહાર કાઢી ૧૦૮ બોલાવી અશેષને વિસાવદર સરકારી દવાખાને ખસેડ્યો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતોવિસાવદર તાલુકાના કાનવડલા ગામે કપાસના ખેતરમાં કામ કરતા એક પરપ્રાંતીય ખેતમજૂર યુવાન પર અચાનકજ ૨ સિંહણે હુમલો કરી દીધો હતો. અને ગળેથી પકડતાં યુવાન ધક્કો મારીને સિંહણના સકંજામાંથી છટકીને દોડ્યો હતો. સિંહણ તેની પાછળ દોડી હતી. પણ યુવાન દોડીને ખેતરની ઓરડીમાં ઘૂસી જતાં તેનો બચાવ થય
Recent Comments