બોલિવૂડ

વીજે ચિત્રા સુસાઈડ કેસઃ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ પતિ હેમંતની ધરપકડ

તમિળ ટીવી સ્ટાર ચિત્રાના પતિ હેમંતની ચેન્નઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. ૨૮ વર્ષીય ચિત્રાએ ૧૦ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ફાઈવસ્ટાર હોટલમાં આત્મહત્યા કરી હતી. એક્ટ્રેસની માતાએ હેમંત પર આક્ષેપ મૂક્યો છે કે તેણે તેમની દીકરી સાથે મારપીટ કરી હતી. જાેકે, પોલીસ સૂત્રોના મતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે ચિત્રાએ આત્મહત્યા કરી હતી. માનવામાં આવે છે કે ચિત્રાએ આર્થિક સમસ્યાને કારણે સુસાઈડ કર્યું હોઈ શકે.
હેમંત પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ચિત્રા તથા હેમંતે થોડાં મહિના પહેલાં જ લગ્ન કર્યાં હતાં. તપાસ દરમિયાન એ વાત જાણવા મળી કે ચિત્રાએ ટીવી સિરિયલમાં ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા અને આ વાતથી હેમંત ઘણો જ ગુસ્સામાં હતો. આસિસ્ટન્ટ કમિશ્નર સુદર્શને મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ચિત્રાએ ટીવી સિરિયલમાં કેટલાંક સીન આપ્યા હતા અને તે કારણે હેમંત નારાજ હતો.
જે દિવસે ચિત્રાનું મોત થયું તે દિવસે પણ હેમંતે તેને ધક્કો માર્યો હતો અને ખરાબ વર્તન કર્યું હતું. હેમંતની કેટલાંક દિવસો સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. ચિત્રાના મિત્રો તથા સાથી કલાકારોની પણ પોલીસે પૂછપરછ કરી હતી.

Follow Me:

Related Posts