fbpx
બોલિવૂડ

વેબ સીરીઝમાં એક્ટર સોહમ શાહ રાજનેતા લાલુ પ્રસાદના રૉલમા દેખાશે

બહુચર્ચિત ફિલ્મ તુંબાડમાં શાનદાર અભિનયથી પોતાની આગાવી છાપ છોડનારો સોહમ શાહ ફરી એકવાર ખાસ પ્રૉજેક્ટને લઇને ચર્ચામાં છે. વર્ષ ૨૦૧૮માં બૉલીવુડમાં આવેલી ફિલ્મ તુંબાડ દ્વારા ઘરે ઘરે ઓળખ બનાવી ચૂકેલો સોહમ શાહ બૉલીવુડના જાણીતા એક્ટરમાનો એક બની ગયો છે. હવે તે પોતાના ફેન્સ માટે એક ખાસ ફિલ્મ લઇને આવી રહ્યો છે, સોહમ શાહ બહુ જલ્દી એક વેબસીરીઝમાં દેખાશે.
પોતાની આગામી વેબ સીરીઝમાં એક્ટર સોહમ શાહ રાજનેતા લાલુ પ્રસાદના રૉલમા દેખાશે. આ ફિલ્મમાં સોહમ શાહ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જાણીતા રાજનેતા લાલુ પ્રસાદની ભૂમિકા નિભાવશે. આ રૉલને કરવા માટે સોહમ શાહે સખત મહેનત પોતાના લૂકમાં ફેરફાર કરવા માટે કરી છે.
લાલુ પ્રસાદ બનવા માટે સોહમ શાહે ફિજીકલી ચેન્જનો પણ ર્નિણય લીધો છે, જેથી તે આ રૉલને ન્યાય આપી શકે. હજુ સુધી આ વેબ સીરીઝની રિલીઝની તારીખને લઇને કોઇ ખુલાસો નથી થયો. કહેવાઇ રહ્યુ છે કે આને વર્ષ ૨૦૨૧માં રિલીઝ કરવામાં આવી શકે છે. આ પહેલા સોહમ શાહ ઇમરાન હાશમી અને જયદીપ અહલાવતની વેબ સીરીઝમાં બોર્ડ ઓફ બ્લડમાં જાેવા મળ્યો હતો.

Follow Me:

Related Posts