મુંબઈનાં જાણીતા આર્ટ ક્રાફટ કલ્ચર ‘ કે. ક્રાફટ’ વર્ડનાં ડિરેક્ટર શ્રી ખ્યાતિબહેન હકાણી દ્વારા તા.15 – 16 ઓકટોબરનાં રોજ શિશુવિહાર સંસ્થા પરિસરમાં આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.. જેમા 45 થી વધું વિદ્યાર્થીઓને સોફટ પેસ્ટલ આર્ટ , કેનવાસ આર્ટ , મંડાલા આર્ટ અને માઉન્ટેન સ્કેચિંગ પ્રકારે આર્ટીકલ તૈયાર કરવાની તાલીમ આપવામાં આવેલ. ભાવનગર કલાસંધનાં સંચાલક શ્રી રમેશભાઈ ગોહિલ , ડોક્ટર અશોકભાઈ પટેલ, શ્રી દર્શનાબહેન વડોદરિયાનાં સહકાર થી શહેરના વિદ્યાર્થીઓને સાધનો સાથે આપવામાં આવેલ તાલીમ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે .ડોક્ટર નાનકભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં ખાસ મુંબઈથી પધારેલા શ્રી ખ્યાતિબહેન હકાણી , નું અભિવાદન કરવામાં આવ્યુ હતું.. શ્રી ભુરખીયા હનુમાન સ્મૃતિ ટ્રસ્ટ ના સેવક સ્વ જીવનભાઈ હકાણીની સ્મૃતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન સંસ્થાનાં ચીફ કોડ઼િનેટર શ્રી હિનાબહેન તથા શ્રી પ્રીતિબહેન ભટ્ટ દવારા કરવામાં આવ્યુ હતું..તા.15 – 16 ઓકટોબરના રોજ ચાર સેશનમાં યોજાયેલ તાલીમ દરમિયાન સૌને નાસ્તો અને પ્રમાણપત્ર પણ એનાયત થયા હતા.
શિશુવિહાર સંસ્થા પરિસરમાં આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

















Recent Comments