ગુજરાત

સચિન વઝે કેસઃ એટીએસે દમણમાંથી એક શખ્સની અટકાયત કરી

મુંબઈના બહુચર્ચિત સચિન વઝે કેસમાં મનસુખ પારેખ હત્યાકાંડની તપાસ મુંબઈની એટીએસ કરી રહી છે. આ તપાસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું. જેમાં અમદાવાદના શખ્સે સચિન વઝેને સિમ કાર્ડ આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તો આ મામલે મુંબઈ એટીએસએ દમણમાંથી અભિષેક નામના શખ્સની અટકાયક કરી છે. આ મામલે દમણ પોલીસે મૌન ધારણ કર્યું છે. અને આ મામલે કોઈપણ વિગતો આપવામાં આવી રહી નથી.

મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર જિલેટીન ભરેલી સ્કોર્પિયો કારના કેસમાં હવે તપાસ કરી રહેલી એટીએસ અને એનઆઈએ દ્વારા માઈક્રો તપાસ આરંભી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને મનસુખ હિરેનના મોત બાદ તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. એમાં પણ સચિન વઝે સહિત પાંચ લોકોએ જે સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો એ અમદાવાદથી ખરીદીને એક્ટિવ થયાં છે. હવે એના મૂળ સુધી પહોંચવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ આવી છે. અંતે મુંબઇ એટીએસની ટીમે શહેરમાંથી સિમકાર્ડ વેચનાર શખ્સની ધરપકડ કરી છે.

મુંબઈ સચિન વઝે કેસ મામલે મુંબ એટીએસની ટીમે અમદાવાદમાં તો તપાસ કરી જ રહી હતી પણ સાથે સાથે આ મામલે મુંબઈ એટીએસની ટીમે દમણમાં પણ ધામા નાખ્યા હતા. અને એટીએસની ટીમે પોતાની અગાઉની તપાસના આધારે દમણમાંથી અભિષેક નામના શખ્સની અટકાયત કરી હતી. આ ઉપરાંત આરોપીની વોલ્વો કારને પણ જપ્ત કરી હતી. જાે કે આ સમગ્ર સમગ્ર મામલે દમણ પોલીસે મૌન સેવ્યું છે. મુંબઈ એટીએસએ મોડી રાત્રે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

Follow Me:

Related Posts