સલમાન ખાન જાસૂસનો રોલ નિભાવે તેવી ચર્ચા

સલમાન ખાન ભારતના જાસૂસ એજન્ટ રવિન્દ્ર કૌશિકની ભૂમિકા ભજવવવાનો છે. આ ફિલ્મને તેની બહેન અલવીરા અગ્નિહોત્રી અને બનેવી અતુલ દ્વારા સહ-નિર્મિત કરવામાં આવશે. આ વરસની શરૂઆતમાં જ અભિનેતા દ્વારા એજન્ટ કૌશિકની બાયોપિક રૂપેરી પડદે આવવાની ચર્ચા હતી. હવે આ સમાચારને પુષ્ટિ મળી છે. જાેકે સલમાને આ ફિલ્મની ઘોષણા કરી નથી. સલમાન એક પછી એક પ્રોજેક્ટ સાઇન કરીરહ્યો છે. સલમાને ભૂતકાળમાં પણ એક થા ટાઇગર અને ટાઇગર ઝિંદા હૈ ફિલ્મમાં રો એજન્ટનો રોલ કર્યો છે. જાેકે એ કોઇ જાસૂસના અંગત જીવન પર આધારિત નહોતો. સલમાન પોતાની કારકિર્દીમાં પ્રથમ વાર રિયલ લાઇફ પાત્ર ભજવવશે. આ ફિલ્મની વાર્તાને ૭૦-૮૦ના દાયકામાં સેટ કરવામાં આવશે. આ એક નાટકીય થ્રિલર હશે. ઉલ્લેખનીય છે કે, રવિન્દ્રને બ્લેક ટાઇગરના નામથી પરિચિત હતા. સલમાન ખાન હાલ પોતાની રિલીઝ થયેલી ફિલ્મ અંતિમને લઇને વ્યસ્ત છે. હવે તે આગામી ફિલ્મમાં એક નવા જ અવતારમાં જાેવા મળવાનો છે. અભિનેતા એક બાયોપિકમાં કામ કરવાનો છે, જે ભારતીય જાસૂસના જીવન પર આધારિત હશે.
Recent Comments