સહકારના સાત સિધ્ધાંતોને ખરા અર્થમાં સાર્થક કરતા ઈફકોના વાઈસ ચેરમેન દિલીપભાઈ સંઘાણી
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/01/WhatsApp-Image-2021-01-07-at-7.16.15-PM-1140x620.jpeg)
સહકારના સાત સિધ્ધાંતોને ખરા અર્થમાં સાર્થક કરતા ઈફકોના વાઈસ ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ગરિબ અને જરૂરીયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું સહકારી પ્રવૃતિ સૌને સાથે લઈને ચાલતી અને સૌને લાભાન્વિત કરતી પ્રવૃતિ છે તેની પ્રતિતિ આજે દેશની સૌથી મોટી પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઈફકો દ્રારા થવા પામી .
હાલમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે , તેવા સમયે મહિલા વિકાસ ગૃહની બાળાઓ તથા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં છુટાછવાયા વસવાટ કરતા ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોમાં ઈફકોના વાઈસ ચેરમેન દિલીભાઈ સંઘાણી સાહેબના વરદ્હસ્તે ગરમ ધાબળા વિતરણ કરવામા આવેલ હતું તેની સાથે અશ્વિન સાવલીયા , જયંતિભાઈ પાનસુરીયા , ભાવનાબેન ગોંડલીયા , અલ્કાબેન ગોંડલીયા , તુષારભાઈ જોશી , શરદભાઈ પંડયા , રામભાઈ સાનેપરા , મયુરભાઈ હિરપરા , ધીરૂભાઈ વાળા સહિત ટીમ સહકાર ઉપસ્થિત રહેલ . અત્રે એ ઉલ્લેખનીય છે કે , ઈફકો દ્રારા અમરેલી સહિત સમગ્ર રાજયમાં ૩૦૦૦ હજાર થી પણ વધુ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હોવાનું ઈફકોના ક્ષેત્રીય અધિકારી રામાણીની યાદીમાં જણાવાયેલ છે .
Recent Comments