આ ઓપરેશન ડોક્ટર હાર્દિક બોરીસાગર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા દર્દી તારીખ 13 માર્ચના રોજ હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગમાં માસિક નો અસહ્ય દુખાવો તથા ગંભીર રીતે માસિક આવવાની ફરિયાદ સાથે ડોક્ટરની સલાહ અને નિદાન માટે આવેલા ત્યારે ડોક્ટરની સલાહ મુજબ સોનોગ્રાફી કરાવવામાં આવી. ડોક્ટર કૃપાલ શિંગાળા દ્વારા સોનોગ્રાફી કરવામાં આવતા કોથળીનો ભાગ ફુલાયેલ તથા ગાંઠ હોવાનું જણાતા ડોક્ટર દ્વારા કોથળી કાઢવા માટે સમજાવવામાં આવ્યું. દર્દીને ડોક્ટર દ્વારા સમજાવવામાં આવેલ વિગત બાદ દર્દી ઓપરેશન માટે દાખલ થયેલ. જેનું ટાંકા વગરનું ઓપરેશન આધુનિક પદ્ધતિ દ્વારા ડોક્ટર હાર્દિક બોરીસાગર તથા એનેસ્થેટિસ્ટ ડોક્ટર સોલંકી તથા સ્ટાફ બ્રધર મનીષભાઈ તથા ભાર્ગવભાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ પ્રકારના ઓપરેશન સાવરકુંડલા ની સરકારી હોસ્પિટલ ખાતે તદ્દન મફત તથા મા કાર્ડ દ્વારા કરવામાં આવે છે. તમામ કાર્યમાં કોઈ તકલીફ ન થાય તે માટે હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર ક્રિષ્નાબેન હરિયાણી સતત કાર્યશીલ રહે છે.
સાવરકુંડલા ની કે કે મહેતા સરકારી હોસ્પિટલ ખાતે 42 વર્ષે મહિલા દર્દીના ગર્ભાશયની કોથળી કાઢવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું

Recent Comments