fbpx
અમરેલી

સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી,પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત

અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા વહીવટીતંત્રને સૂચનાઓ.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા નજીક એક ટ્રક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી જવાની કમનસીબ ઘટના અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અત્યંત શોકની લાગણી અનુભવી છે. દુઃખ અને આઘાત સાથે સંવેદના પ્રગટ કરતાં
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત યોગ્ય મદદ પુરી પાડવા વહીવટીતંત્રને તમામ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ આખીયે કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટર ને આદેશો આપ્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સદગતના આત્માને ચિર શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી છે.

Follow Me:

Related Posts