સુરતમાં ટ્રેલરે એક્ટિવાસવાર મહિલા ટીઆરબીને અડફેટે લેતાં મોત
સુરતમાં વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર ટ્રેલર દ્વારા એક્ટિવાસવાર મહિલા ્ઇમ્ને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સાથે લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ટ્રેલર જય મા સંતોષી એજન્સીનું હોવાનું સામે આવ્યું છે. કાળનો કોળિયો બનેલી મહિલા ્ઇમ્નું નામ પ્રીતિબેન પ્રવીણભાઇ ચૌધરી હોવાનું અને સવાર પાળીમાં ફરજ પર જતાં પહેલાં પહેલીવાર માતાને પગે લાગીને નીકળી હતી. મૃતક મહિલાના પિતાનું સાત વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું.
ત્યાર બાદ નાની બહેન અને માનસિક બીમાર માતાની જવાબદારી ઉઠાવી રહી હતી. જાેકે હવે માતા અને બહેનનો આર્થિક સહારો જ અકસ્માતમાં છીનવાઈ ગયો છે.
ટ્રેલરે એક્ટિવાને અડફેટે લીધા બાદ મહિલા ટીઆરબીના માથા પરથી ટ્રેલર ફરી વળતાં માથું કચડાઈ ગયું હતું, જેથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રેલરચાલક સંદીપ બિંધની અટકાયત કરી જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજેશભાઇ ચૌધરી (સંબંધી)એ જણાવ્યું હતું કે પ્રીતિને નોકરી પર લાગ્યાને લગભગ બે વર્ષ જ થયાં હતાં. પિતાનું ૭ વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પરિવારમાં પ્રીતિના મામા થોડીઘણી આર્થિક મદદ કરતા હતા, જેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ આખો પરિવાર તૂટી ગયો હતો. જાેકે પ્રીતિ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરી ટીઆરબીમાં જાેડાઇ ગઈ હતી. દુઃખની વાત એ છે કે એક નાની બહેન અને માનસિક બીમાર માતા તારાબેનનો આર્થિક સહારો અકસ્માતમાં છીનવાય ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે પ્રીતિ માતાને પગે લાગી પહેલીવાર વરિયાવ જહાંગીરપુરા થઈ પોતાના નોકરીના સ્થળ પાલનપુર પાટિયા જઇ રહી હતી. કાળ મુખા ટ્રેલરે અડફેટે લઈ કચડી નાખી હોવાની વાત સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પ્રીતિ લગભગ બે મહિનાથી જ પાલનપુર પાટિયા નજીક નોકરી કરતી હતી. બે વર્ષની નોકરીમાં પ્રીતિએ માતાની સારવાર અને નાની બહેનની તમામ જવાબદારી નિભાવી છે.
Recent Comments