fbpx
ગુજરાત

સુરત સ્પામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર


શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક સ્પામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સરથાણા સ્થિત અવધ શોપીંગ સેન્ટર ખાતે સ્પામાંથી લાશ બહાર કાઢવામાં આવી છે. સ્પામાં યુવતીની લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ દોડતી ગઈ છે. જાેકે, મોત પાછળનું કારણ અકબંધ છે.
મળતી વિગતો પ્રમાણે, ૪૦ વર્ષીય યુવતીની લાશ સ્પામાંથી મળી આવી છે. હત્યા, આત્મહત્યા કે પછી અન્ય કોઈ સેવન કરતા થયું મોત એ દિશામાં પોલીસે તપાસ આરંભી છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મોતનું કારણ સામે આવી શકે છે.

Follow Me:

Related Posts