હસા માટે કેન્દ્ર-યુપી સરકાર જવાબદારઃ ખેડૂત નેતા ટિકૈત
મંગળવારે ટ્રેક્ટર રેલીમાં સામેલ ઉપદ્રવીઓ બેરિકેડ તોડીને આગળ વધતા રહ્યા અને લાલકિલ્લા સુધી પહોંચી ગયા હતા. તેમણે પ્રાચીર પર ચડીને ધાર્મિક ઝંડો લહેરાવ્યો હતો. આ ઘટના વિશે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે આજે કહ્યું છે કે, જેમણે હિંસા ફેલાવી છે અને લાલકિલ્લા પર ઝંડો લહેરાવ્યો છે, તેઓ જાતે જ ભોગવશે. છેલ્લા ૨ મહિનાથી એક સમુદાય વિરુદ્ધ કાવતરુ ઘડવામાં આવી રહ્યું છે. આ આંદોલન સિખોનું નથી પરંતુ ખેડૂતોનું છે.
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસા મુદ્દે આરોપ લગાવતા કહ્યું કે, ‘હિંસા કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતા છે. ખેડૂતોને પ્લાન બનાવીને ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા છે.’
Recent Comments