૨૫, ડિસેમ્બર, ભારત રત્ન, પુર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપાઇના જન્મ દિવસની સુશાસન દિવસ તરીકે ઉજવણી કરાઇ
આજરોજ તા. ૨૫, ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ભારતના પુર્વ વડાપ્રધાન,
ભારત રત્ન મા. અટલ બિહારી વાજપાઇજીની જન્મજયંતી ઉત્સાહ પુર્વક ઉજવાઇ.
ભાવનગર જીલ્લાના ૧૪૦૦ થી વધુ બુથમાં આદરણીય અટલજીની સ્મૃતીમાં તેમના
જીવનચરીત્રનું વાંચન તેમજ તેમની કવિતાઓનું ૫ઠન કરવામાં આવ્યુ, ૬૬૦થી વધુ મંડલ
અને જીલ્લા કક્ષાના આગેવાનઓ દ્વારા ૬૬૦ થી વધુ ગામોમાં કોવીડ-૧૯ પ્રોટોકોલ
તથા સોશ્યલ ડિસટન્સીંગનું પાલન કરી ૧૪૦૦થી વધુ બુથોમાં ૧૭૦૦૦થી વધુ
આગેવાનો, કાર્યકર્તાઓ અને જનતાની ઉ૫સ્થીતીમાં મા. અટલજીને યાદ કરવામાં આવ્યા
તેમજ ૩ કિસાન કાયદાઓ અંગે વિશેષ છણાવટ કરી ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા.
આ ઉ૫રાંત બપોરે ૧૨/૦૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના વાયુ
પ્રસારણ માં ૬૬૦થી વધુ ગામોમાં ૧૮૦૦૦થી વધુ લોકોની ઉ૫સ્થીતી વચ્ચે લોકોએ મા.
વડાપ્રધાનશ્રીનું ઉદ્દબોધન મંડલ અને જીલ્લા કક્ષાના આગેવાનશ્રીઓ દ્વારા વિશાળ
સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે સાંભળવામાં આવ્યુ.
ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ ભાવનગર જીલ્લા
ભાજ૫ પ્રમુખ મુકેશ લંગાળીયા અને મહામંત્રી ભુ૫તભાઇ બારૈયા, માર્કેટીંગ યાર્ડ
ચેરમેન ભીમજીભાઇ પંડયા દ્વારા તળાજા માર્કેટીંગ યાર્ડ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમમાં
હાજર રહિ વિશાળ જનમેદની વચ્ચે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી.
મહામંત્રીઓ રસીકભાઇ ભીંગરાડીયા દ્વારા ઉમરાળા તાલુકામાં અને શ્રી
ભરતસિંહ ગોહિલ દ્વારા શિહોર તાલુકામાં સુશાસન દિવસની ઉજવણી અને મા.
વડાપ્રધાનના ઉદ્દબોધનમાં હાજરી આ૫વામાં આવી.
શહેરી મંડલોમાં તમામ તાલુકા મથકે સુશાસન દિવસના કાર્યક્રમોમાં શહેરી ભાજ૫
મંડલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં ગરીબોને ધાબળા વિતરણ,
સફાઇ અભિયાન, દર્દીઓને ફ્રુટ વિતરણ, મહા આરતી, ગરીબોને અનાજ વિતરણ વગેરે
કાર્યક્રમોનું આયોજન કરી અટલજીને યાદ કરાયા.તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર કિશોર ભટ્ટ ની અખબારી યાદીમાં જણાવાયુ છે.
Recent Comments