fbpx
સૌરાષ્ટ - કચ્છ

૩૧ ડિસેમ્બરથી રાજકોટ જેલમાં એફએમ રેડિયો ગુંજશે, કેદીઓ રેડિયો જાેકી બનશે

રાજકોટ સેન્ટ્રલ જેલમાં ૩૧ ડિસેમ્બરથી રેડિયો ગુંજી ઉઠશે. જેલની દરેક બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ ફીટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યની જેલના એડિશનલ એફએમ રાવના હસ્તે એફએમ રેડિયો સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવશે તેવું એસપી બન્નો જાેશીએ જણાવ્યું છે. રેડીયો એફએમ લોકલ એફએમ સાથે ટાઈઅપથી શરૂ થઈ રહ્યું છે. એફએમ સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જાેડાયેલી રહેશે. પ્રથમ તબક્કે પાંચ જેટલા કેદીઓને રેડિયો જાેકીની તાલીમ આપવામાં આવી છે.
કેદીઓ ગીતોની પ્રસ્તુતિ પૂર્વે વિવરણ કરશે. કાર્યક્રમોમાં વચ્ચે વચ્ચે જેલ સંબંધી માહિતી અને તેમના જેલ જીવનની રસસભર વાત પ્રસ્તુત કરશે. એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મહત્વની જાહેરાત જેલ સત્તાવાળાઓ કેદીઓ સુધી પહોંચતી કરશે. અમદાવાદ જેલમાં ગયા મહિને આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યારબાદ રાજકોટમાં આ સુવિધા ૩૧મી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.
બન્નો જાેશીએ વધુમાં જણાવ્યું હતું કે, બરોડા, સુરત જેલમાં પણ નજીકના દિવસોમાં જ એફએમ ગુંજતુ થઈ જશે. કેદીઓના મનોરંજન માટે આ મહત્વનો ર્નિણય છે. આ કાર્યક્રમ હાલમાં જેલ પુરતો સિમિત રહેશે. ભવિષ્યમાં ફુલફલેજ્ડ કાર્યક્રમ તમામ શ્રોતાઓ માટે પ્રસારીત કરવાની ગણતરી છે. હાલમાં લોકલ એફએમ જેલમાં પણ ગુંજશે. સાથે સાથે જેલના કેદીઓની પ્રસ્તુતિ જેલ પુરતી કરવાનું આયોજન છે.

Follow Me:

Related Posts