fbpx
અમરેલી

૮ ઓગસ્ટના અમરેલી ખાતેના ૧૩ કેન્દ્રો ઉપર રાજ્ય વેરા નિરીક્ષકની જગ્યાઓ માટે પ્રિલીમ પરીક્ષા યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટી આજે તા.૮ ઓગસ્ટના રોજ સવારે ૧૧ થી  ૧  કલાક સુધી અમરેલી જિલ્લાના ૧૩ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. આ પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ ૨૦૦ મીટર વીસ્‍તારનાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,પરીક્ષા કેન્‍દ્રની આસપાસનાં ૨૦૦ મીટરના વિસ્‍તારમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ –મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્‍તાવેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા.

પરીક્ષામાં રોકાયેલા કેન્‍દ્રના સંચાલકશ્રીઓ, ખંડ નિરીક્ષકો,વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે. તે વોટરમેન, બેલમેન, કે જેઓ સક્ષમ અધિકારીશ્રીઓ દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્‍યા છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્‍તુ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન,પેજર, કેલ્‍ક્યુલેટર વિગેરે પુસ્‍તક,કાપલી,ઝેરોક્ષ નકલો,પરીક્ષા સ્‍થળમાં લઇ જવા નહીં  અને તેમાં મદદગારી કરવી નહીં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલ ફરજ પરનાં અધીકૃત માણસો સિવાય કોઇએ પ્રતિબંધીત વિસ્‍તારમાં દાખલ થવુ નહીં,કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી  મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતી અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવુ કૃત્ય કરવુ/કરાવવુ નહીં. આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્‍યકિતઓને તથા ફરજની રૂએ જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્‍યકિતઓને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.

Follow Me:

Related Posts