અંકલેશ્વરની કોલેજના ૨ વિદ્યાર્થીઓ ૧૫૦૦મીટર અને૧૦ હજારમીટરમાં પ્રથમ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ખેલ મેદાનમાં કરવામાં આવ્યું હતું. હવે તેઓ ઓલ ઇન્ડિયા એથ્લેટીકસ રમવા માટે મેંગ્લોર જશે. નોંધનીય છે કે વિશાલ મકવાણા ‘ખેલો ઇન્ડિયા’ના ગોલ્ડ મેડાલિસ્ટ છે; જુનિયર નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે. વિશાલ મકવાણાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેમણે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટીમ પસંદગીમાં દસ હજાર મીટર દોડમાં પ્રથમ આવવાની સિદ્ધિ મેળવી છે. તેના માટે તેઓ શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના વિદ્યાર્થી તરીકે ગૌરવ અનુભવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. કે.એસ.ચાવડાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમના જેવા ટેલેન્ટેડ તથા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ ધારાસભ્ય ઈશ્વરભાઈએ શરૂ કરી છે અને તેમને આશા છે કે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવા માટે તેમનો સહયોગ તેમને હંમેશા પ્રાપ્ત થશે. જાે કે તેના માટે તેઓ કઠોર પરિશ્રમ પણ કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓને આ સ્પર્ધા માટે શારીરિક શિક્ષણના પ્રો. ડો. મનિષ પટેલે કોચિંગ આપ્યું હતું અને કાર્યકારી આચાર્ય ડૉ કે એસ ચાવડાએ પ્રોત્સાહન આપ્યું હતું. તેમની આ સફળતા માટે તેમને શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન તથા અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે અભિનંદન પાઠવ્યા છે. ઉપરાંત કોલેજના સંચાલક ચિરાગ શાહ, બળવંતસિંહ પટેલ તથા ચિરાગ પટેલ, કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. કે. એસ. ચાવડા અને કોલેજના સ્ટાફગણે આ સફળતા માટે બંનેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. ગામિત દાઉદે ત્રણવાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં ભાગ લીધો હતો. તેમણે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, આ સિદ્ધિ પાછળ તેમની સખત પ્રેક્ટિસ રહેલી છે. આના પહેલા પણ તેમને ગોલ્ડ મેડલ મળી ચૂક્યા છે. તેઓ નેશનલ-ઇન્ટરનેશનલ રમવાનું સ્વપ્ન સેવે છે. આ કોલેજમાંથી તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ઉપક્રમે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સની ટીમની પસંદગીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરની શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરના બે વિદ્યાર્થીઓએ ૧૫૦૦ મીટર દોડ અને ૧૦ હજાર મીટર દોડમાં ભાગ લીધો હતો. જેમાં બંને ખેલાડીઓ દાઉદ ગામિત અને મકવાણા વિશાલ પ્રથમ ક્રમે આવી યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામ્યા છે.
Recent Comments