અંકલેશ્વરમાં ખનીજ ચોરી કરતા ઈસમો પર તવાઈ
અંકલેશ્વર ખરોડ ગામ ખાતે જમીન ખોદી માટી ખનન થતું હોવાની ચોક્કસ માહિતી મળતા ભરૂચ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર એસ.ડી.એમ નૈતીકા પટેલ દ્વારા પ્રથમ બે અલગ અલગ ટીમ બનાવી હતી. જેમાં હાંસોટ મામલતદાર તેમજ અંકલેશ્વર મામલતદાર ને સાથે લઇ પ્રથમ માટી જે સ્થળે થી ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યાં રેકી કરવા માં આવી હતી અને ત્યાં થી નીકળતા ડમ્પર નમો પણ પીછો કરવામાં આવ્યો હતો. જે પાનોલી જીઆઇડીસી ખાતે આવેલ ખુલ્લા બે પ્લોટ માં ખાલી કરી રહ્યા હતા. બંને સ્થળે એક સાથે “ઓપરેશન ખનીજ ચોરી” કરતા ખરોડ સાઈડ પર થી ઓવર લોર્ડ ભરેલા ૨ હાઇવા ડમ્પર તેમ હિટાચી મશીન જપ્ત કર્યું હતું. તેમજ સ્થળ તપાસ કરી પ્રાથમિક ૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની તજવીજ શરુ કરી હતી તેમજ જરૂરી રિપોર્ટ કર્યો હતો.
તેમજ પાનોલી માં ખુલ્લા પ્લોટ માં જ્યાં આ માટી નો સંગ્રહ કરવામાં આવતો હતો ત્યાં પણ અંદાજે ૧૬૮ જેટલા ડમ્પર ખાલી કરેલ હોવાનું માલુમ પડ્યું હતું. પ્રાથમિક ભૂસ્તર વિભાગ ને સ્થળ પર માપણી કરી કેટલા પ્રમાણ માં માટી કાઢવામાં આવી છે. તેમજ પ્રાઇવેટ જમીન માં કરવામાં આવેલ આ ખોદકામ ની મજૂરી છે કે નહિ સહિતના મુદ્દા પર જરૂરી રિપોર્ટ કરવા તાકીદ કરી હતી. ચોક્કસ માહિતી આધારે પ્રથમ તો ૨ ટીમ બનાવી બનાવી ખરોડ ગામ માં જ્યાં માટી ખનન થતું હતું તેની ખાનગી રાહે તપાસ કરી હતી ત્યારબાદ જ્યાં તેવો આ ખનીજ ( માટી ) ઠાલવતા હતા ત્યાં પણ ચકાસણી કરાઈ હતી અને બંને સ્થળે સંયુક્ત દરોડા પાડ્યા હતા. ત્યાંથી ૨ ઓવર લોર્ડ માટી માટી ભરેલા ડમ્પર તેમજ હિટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યું છે જે મોટા પ્રમાણમાં આ ખનન થયું છે તે આધારે જરૂરી ભૂસ્તર વિભાગને પણ રિપોર્ટ કરવા તાકીદ કરી છે. તેમજ આ અંગે પ્રાથમિક ૧ કરોડ રૂપિયાના દંડ ફટકારવાની તજવીજ કરાઈ છે.
Recent Comments