અંકલેશ્વરમાં પાલિકા દ્વારા વિધવા ગંગાસ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામા આવ્યું
અંકલેશ્વરમાં પાલિકા દ્વારા વિધવા બહેનોને સાડીનું વિતરણ કરાયું ભરૂચ ખાતે તા 12 મી મે ના રોજ ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા જિલ્લા ની ગંગા સ્વરૂપા બહેનો માટે સાડીના વિતરણની વ્યવસ્થા કરતા અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરમાં ગંગા સ્વરૂપા બહેનોના ઘરે જઈને સાડીનું વિતરણ કરી ઉત્કર્ષ સમારોહ માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પત્રિકા પાઠવી હતી. ઉત્કર્ષ સમારોહના આયોજનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે. ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને લાભ આપવામાં ભરૂચ જિલ્લો દેશમાં પ્રથમ બન્યો છે, ત્યારે આ ઉત્કર્ષ પહેલ અભિયાનમાં ભરૂચ જિલ્લાની ગંગા સ્વરૂપા બહેનોને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા ભરૂચ જિલ્લા ના 9 તાલુકાના 569 ગામો અને ત્રણ નગરપાલિકામાં ગંગા સ્વરૂપા બહેનોને સાડીના વિતરણ માટેની વ્યવસ્થા કરતા અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતા હેઠળ શહેર માં ગંગા સ્વરૂપા બહેનોના ઘરે ઘરે જઈ સાડીનું વિતરણ કર્યું હતું.
Recent Comments