અંકલેશ્વરમાં પ્રદુષણનો એક્યુઆઈ ૪૦૮ નોંધાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/01/Pollution-increased-alarmingly.jpg)
અંકલેશ્વર ખાતે ઓનલાઇન એર મોનીટરીંગ સિસ્ટમ પાછળ ૧૦ વર્ષ થી કાર્યરત કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૯ માં જયારે પ્રથમ વખત ક્રિટિકલ ઝોન માં અંકલેશ્વર મુકાયું હતું ત્યારે તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશ દ્વારા હવા પ્રદૂષણ ની જાહેર માં ફરિયાદ કરતા ગુણવત્તા બાબતે સવાલ ઉભા કર્યા હતા. અંકલેશ્વરમાં ૬૭ માઈક્રોગ્રામ બાદ વટવાનું પીએમ ૨.૫નું પ્રમાણ ૫૪ અને અમદાવાદમાં ૫૩ માઈક્રોગ્રામ પર ક્યુબીક મીટર રહેતા બંને વસાહતો અનુક્રમે ગુજરાતમાં બીજા અને ત્રીજા સ્થાને પ્રદૂષણમાં રહ્યા હતા.
ઝ્રજીઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુમિતા રોયએ અહેવાલોને લઈ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ૨૦૧૯ કરતા પણ ૨૦૨૧માં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જે જાેતા હવાની ગુણવત્તા ને વધુ બગડતી અટકાવવા આવશ્યક પગલાં ભરવાની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે. ૨૦૦૭ માં સીપીસીબી એક્ટ ૧૮ બી અને ત્યારબાદ ૨૦૦૯ માં સીપીસીબી દ્વારા ક્રિટિકલ ઝોન ની જાહેરાત બાદ આજદિન સુધી તેમાંથી બહાર આવવા મથામણ કરી રહેલા ઉદ્યોગો માટે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ચોંકાવનારા સાબિત થઇ શકે છે.
જે માટે આગામી દિવસો માં સેપી આંક આધારિત એક્શન પ્લાન નો અમલ નહીં કરે તો એસેટ ભવિષ્ય ધુંધળુ બની જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જળ પ્રદુષણ બાદ અંકલેશ્વરમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે હવા પ્રદુષણની છે. વર્ષ ૨૦૨૧સુધી તો એક્યુઆઈ ૩૯૦ જેટલો સૌથી વધુ જાેવા મળતો હતો જે પ્રથમ વખત ૪૦૦ને પર થઇ ગયો છે. જે બાદ અત્યંત જાેખમી રેડ ઝોનમાં આવતા હવાની ગુણવત્તા આરોગ્ય સામે મોટો ખતરો ઊભો કરતાં તેને કંટ્રોલ કરવું પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું છે.કોરોના મહામારી બાદ લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની હવાની ગુણવત્તા રાજ્યમાં સૌથી શુદ્ધ નોંધાઇ હતી. જાેકે બાદમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રની ૧૫ ઔદ્યોગિક નગરીમાં અંકલેશ્વર જીઆઈડીસી પ્રદૂષણના મામલે સૌથી ટોચ પર રહી છે. માત્ર એટલું જ નહીં પણ ૨૦૨૨ના વર્ષમાં ૧૦વર્ષનો રેકોર્ડ તોડી સોમવારે એકયુઆઈ ૪૦૮ નોંધવાની સાથે આંકડો ૪૦૦ને પાર કરી જતાં હવાની ગુણવત્તા અત્યંત જાેખમી બની લોકોના આરોગ્ય સામે ખતરાની ઘંટી વગાડી છે.
વર્ષ ૨૦૨૦ માં અંકલેશ્વરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ લોકડાઉનમાં ૬૩ થઈ જતા સૌથી શુદ્ધ હવા નોંધાઇ હતી. જે ૨૦૨૧ માં એક્યુ ૩૦૦ ઉપર કેટલી વખત પાર કરી ગયો હતો. તો હવે ૨૦૨૨ માં પ્રથમ ૨૪ દિવસ માં ૧૧ વખત ઓરેન્જ ઝોનમાં ૮ દિવસ યલો ઝોન માં અને ૪ દિવસ ગ્રીન ઝોન માં આવ્યા બાદ હવે ૪૦૮ સાથે રેડ ઝોન માં મુકાયું છે. જ્યાં જાન્યુઆરી માં ૧૧ જાન્યુઆરી ના રોજ ૭૦ એ.ક્યુ.આઈ સાથે ગ્રીન ઝોન સૌથી શુદ્ધ દિવસ આવ્યો હતો ત્યાં હવે ૨૪ મી જાન્યુઆરી પાછળ ના ૧૨ વર્ષ નો રેકોર્ડ તોડતા ૪૦૮ એક યુ આઈ નોંધાયો છે.
Recent Comments