અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના 3 દિવસમાં જ અંસાર માર્કેટમાંથી થયેલી ક્રેન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના 3 દિવસમાં જ અંસાર માર્કેટમાંથી થયેલી ક્રેન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો પોલીસે ક્રેન સહિત ક્રેનની ચોરી કરનારને પણ દબોચ્યો 11 મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના ક્રેનની ચોરી થઈ હતી અંસાર માર્કેટ પાસે આવેલી અમરતૃપ્તી હોટલની બાજુમાં પાર્ક કરેલી ક્રેન ચોરી ગયેલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના દિવસમાં જ ઝડપી પાડ્યો છે.પોલીસે વાલીયાના ગોદરેજ કંપની પાસેથી ક્રેન રૂ.4.30 લાખની ક્રેન કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ક્રેનની ચોરી કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડયો અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં 11 મી સપ્ટેમ્બરના રોજ નરેશ મહાસુખ બારીયા અમરતૃપ્તી હોટલની બાજુમાં બહાર સર્વીસ રોડ પર ખુલ્લામાં ક્રેન પાર્ક કરીને પોતાના ઘરે ગયો હતો.
તે રાત્રીના કોઇ અજાણ્યો ઇસમ ક્રેનના દરવાજાનું લોક તોડી ક્રેનને ચાલુ કરી ચોરી કરી લઇ ગયો હતો.જે અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી હ્યુમન ઇન્ટેલીજન્સ અને સીસીટીવી સર્વલન્સના આધારે રાજપીપળા રોડ ખાતે આવેલી વેષ્ણાદેવી સોસાયટીમાં રહેતો રામસિંગ સત્યનારાયણ સીંગની અટકાયત કરી હતી.પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે ચોરી કરેલી ક્રેન વાલીયામાં આવેલી ગોદરેજ કંપની પાસે મૂકી હોવાનું જણાવ્યું હતું.
અંકલેશ્વર શહેર પોલીસે વાલીયા ગોદરેજ કંપની પાસેથી ક્રેનનો કબ્જો મેળવી કુલ રૂ.4.30 લાખનો મુદ્દામાલ રિકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments