fbpx
ગુજરાત

અંકલેશ્વર સીજીએસટી સુપરિન્ટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનરની ધરપકડ

અંકલેશ્વર સેન્ટ્રલ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્ષ સીજીએસટીના સુપ્રીટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ કમિશનરની સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ રૂ.૭૫,૦૦૦ની કથિત લાંચના કેસમાં ધરપકડ કરતા લાંચિયા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીથી સીબીઆઈએ જારી કરેલી વિગતો મુજબ, અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ દિનેશ કુમાર સામે ૭૫,૦૦૦ લાંચ માંગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. વેપારી પાસે ૭૫,૦૦૦ મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે સીજીએસટી સુપ્રીટેન્ડન્ટએ પોતાના અધિકાર ક્ષેત્ર અંકલેશ્વરમાંથી માલ પરિવહન માટે આ લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. એટલું જ નહીં અંકલેશ્વર સીજીઈસટી અધિક્ષક દિનેશ કુમારે તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત અવરજવર માટે મહિને રૂપિયા ૧.૫૦ લાખના હપ્તાની પણ માંગણી કરી હતી.

સીબીઆઈએ વેપારીની ફરિયાદ મળતા અંકલેશ્વર ખાતે છટકું ગોઠવ્યું હતું અને સુપરિન્ટેન્ડેન્ટ દિનેશ કુમારને ફરિયાદી વેપારી પાસેથી રૂ.૭૫,૦૦૦ની લાંચની માંગણી અને સ્વીકારતા રંગેહાથે પકડી લીધા હતા. સીબીઆઈની ટ્રેપની કાર્યવાહી દરમિયાન અંકલેશ્વર સીજીએસટી મદદનીશ કમિશનર યશવંતકુમાર માલવીયાની ભૂમિકા લાંચની માંગણી અને સ્વીકારમાં મળી આવી હતી. તેને પણ સીબીઆઈએ પકડી લીધો હતો અને બંને આરોપીઓના ઘરે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂપિયા ૧.૯૭ લાખ ઉપરી અધિકારીના પરિસરમાંથી મળી આવતા વસૂલ કરવામાં આવ્યા હતા. પકડાયેલા બંને આરોપીને સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts