અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી બિનવારસી ટ્રોલી બેગ મળી આવી હતી. જેમાંથી પોલીસે રૂ.૧.૪૨ લાખનો ગાંજાનો ૧૪.૫૯૪ કિલો ગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે બે દિવસ પૂર્વે જ ટ્રેનમાંથી ઓરિસ્સાથી ટ્રોલી બેગમાં ૪ ઈસમો ગાંજાે લઇ આવી વાલિયા ચોકડી ખાતે ઝડપાયા હતા. અંકલેશ્વર રેલવે પોલીસ પ્લેટફોર્મ ઉપર પેટ્રોલીંગમાં હતી. તે સમયે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર બિનવારસી હાલતમાં ટ્રોલી બેગ પડી હોવાની માહિતી મળી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી બેગમાં તપાસ કરતા સાત જેટલા પેકેટ મળી આવ્યા હતા.
રેલવે પોલીસે પેકેટમાં તપાસ કરતા વનસ્પતિ જન્ય પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે એફએસએલની મદદ લેતા તે પદાર્થ ગાંજાે હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂપિયા ૧.૪૨ લાખ ઉપરાંતનો ૧૪.૫૯૪ કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા ૧.૪૨.૮૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બે દિવસ પૂર્વેજ ઓરિસ્સાથી ગાંજાે લઇ સુરત જતા ૪ કેરિયર અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જ ઉતરી વાલિયા ચોકડી ગયા હતા.તેમાં પણ પોલીસે ૭ લાખ ઉપરાંતનો ગાંજાનો જથ્થો ભરૂચ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારે ટ્રેનમાં મુસાફરીના સ્વાંગમાં ગાંજાે તેમજ દારૂ સપ્લાય કરતા કેરિયર માટે હેરફેર માટે મોકળું મેદાન હોવાનું નકારી શકાય નહિ.
Recent Comments